વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ:અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને પ્લાન્ટેબલ પેનની ભેટ અપાઈ, એરપોર્ટ પર 2 લાખ જેટલા ફૂલછોડ અને વૃક્ષોનું ગ્રીનકવર

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો. 28મી જુલાઈના રોજ મનાવવામાં આવેલા વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ નિમિત્તે મુસાફરોને પ્લાન્ટેબલ પેન્સની ભેટ આપીને આનંદ અને આશ્ચર્યચકિત કરવામાં આવ્યા. પર્યાવરણ વિશે જનજાગૃતિ લાવવા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવાના અવિરત પ્રયાસો સાથે એરપોર્ટ 150 વિવિધ પ્રજાતિઓ સાથે 2 લાખથી વધુ ફૂલછોડ અને વૃક્ષો ધરાવતું સ્થાન બની ગયુ છે.

50 હજારથી વધુ ફૂલછોડનો સમાવેશ
ગ્રીનકવર વધારવાની નેમ સાથે SVPI એરપોર્ટ મુસાફરોને અનન્ય અનુભવો મળી રહે તે માટે સતત પ્રયાસરત રહે છે. આખાય વર્ષ દરમિયાન થતી અનેકવિધ પ્રવૃત્તિઓ લાંબા સમય સુધી યાદગીરી છોડી જાય છે. આવી જ એક પહેલના ભાગરૂપે મુસાફરોને સીડપેન આપવામાં આવી હતી.SVPI એરપોર્ટ પર ગયા મહિને વિશ્વ પર્યાવરણ દિવસે મુસાફરો માટે પ્લાન્ટેબલ બેગેજનું ટેગ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદનું એરપોર્ટ આસપાસ 85,હજારચોરસ મીટરથી વધુ ગ્રીનકવરથી આચ્છાદિત છે. ટર્મિનલની અંદર અને બહાર 50 હજારથી વધુ ફૂલછોડનો સમાવેશ થાય છે.

હરિયાળીને ટકાવી રાખવા ટ્રીટેડ પાણીનો ઉપયોગ
પાણીનો બગાડ અટકાવવા અને એરપોર્ટ પર 40-70% સુધી પાણી બચાવવા માટે માઈક્રો ઈરિગેશન પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વળી હરિયાળીને લાંબો સમય સુધી ટકાવી રાખવા માટે માત્ર ટ્રીટેડ પાણીનો જ ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ મિમિત્તે આપણી ભાવિ પેઢીઓ તંદુરસ્ત વાતાવરણમાં જીવી શકે તે માટે પ્રતિબદ્ધ પ્રયાસો એ સમયની જરૂરિયાત છે. એરપોર્ટ દ્વારા આ માટે કરવામાં આવેલી સીડ પેન્સના વિતરણ જેવી પ્રવૃત્તિઓ અનુકરણીય છે.