આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 8મી માર્ચે ધોરડો-કચ્છ ખાતે યોજાનાર "શ્રી સાધ્વીજી સંમેલન" અંતર્ગત કર્ણાવતી મહાનગરમાંથી વિવિધ ધર્મ-સંપ્રદાય, વિવિધ પંથના સાધ્વીઓને કર્ણાવતી મહાનગર ભાજપા કાર્યાલય જે.પી ચોક ખાનપુર ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સાધ્વીશ્રી ઋતુંભરાજી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઈરાની 'શ્રી સાધ્વીજી સંમેલન'માં ભાગ લેશે.
કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે "સફેદ રણ" ધોરડો, કચ્છ ખાતે યોજાનાર શ્રી સાધ્વીજી સંમેલન અંતર્ગત કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય જે.પી ચોક, ખાનપુર ખાતેથી પ્રદેશ સહકોષાધ્યક્ષ અને મહાનગરના પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ, કર્ણાવતી મહાનગર ભાજપા અધ્યક્ષ અમિતભાઈ પી. શાહ, કર્ણાવતી મહાનગરના મેયર કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશભાઈ બારોટ, મહિલા મોરચાના અધ્યક્ષા પ્રો. ડો.સ્મિતાબેન જોષી, સંગઠનના પદાધિકારીઓ, શહેર મહિલા મોરચાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આશરે 140 જેટલા સાધ્વીઓને બસ મારફતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મીડિયાને સંબોધતાં કર્ણાવતી મહાનગરના મહિલા મોરચાના અધ્યક્ષા શ્રીમતી પ્રો. ડૉ. સ્મિતાબેન જોષીએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે, તે અંતર્ગત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શનમાં એક નવીન પ્રયાસ સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યો છે, તે અંતર્ગત સમગ્ર ગુજરાતમાંથી આશરે 800 જેટલા સાધ્વીઓ સફેદ રણ ધોરડો કચ્છ ખાતે શ્રી સાધ્વીજી સંમેલનમાં ભાગ લેશે.
વિવિધ જ્ઞાતિ જાતિ, ધાર્મિક પંથમાંથી, વિવિધ સંઘોમાંથી આવનાર સાધ્વીઓ સાધ્વી સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનમાં સાધ્વી ઋતુંભરાજી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઈરાની ઉપસ્થિત રહેશે અને વિવિધ વિષયો પર થનાર સત્રો થકી પરિસંવાદમાં ભાગ લેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.