તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ગ્રહોના સેનાપતિ પૃથ્વીપુત્ર મંગળના કર્ક રાશીમાં ભ્રમણથી જમીન, મકાનના નક્કી સોદા અટકે, હતાશા વધવાની શંકા

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2 જૂનથી 20 જુલાઈ સુધી કર્ક રાશિમાં ભ્રમણ કરશે, ભ્રમણ દરમિયાન મંગળ વક્રી થતો નથી
  • મંગળનું રાશિનું પરિભ્રમણ 40 દિવસનું હોય છે, કર્ક રાશિ મંગળની નીચસ્થ બને છે

યુવાન અને પરાક્રમી ગ્રહ મંગળે મિથુન રાશિની યાત્રા પૂરી કરીને બુધવારથી સવારે 6.49થી કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. 2 જૂનથી 20 જુલાઈ સુધી એટલે કે 49 દિવસ સુધી મંગળ કર્ક રાશિમાં રહેશે. મહત્ત્વનું છે કે આ પરિભ્રમણ દરમિયાન પૃથ્વીપુત્ર અને ગ્રહોનો સેનાપતિ મંગળ ગ્રહ વક્રી થતો નથી. સામાન્ય રીતે મંગળનું રાશિ પરિભ્રમણ 40 દિવસનું હોય છે. કર્ક રાશિ મંગળની નીચસ્થ બને છે.

જ્યોતિષાચાર્યોના મતે આ ભ્રમણ વધારે અમંગળકારી ગણવામાં આવે છે. જ્યોતિષી પ્રદ્યુમ્ન ભટ્ટના જણાવ્યા પ્રમાણે ખાસ કરીને યુવાનોમાં અકારણ ઝઘડા, વાદ-વિવાદ તથા પ્રેમમાં નિષ્ફળતાના પ્રસંગો બને. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર બનતો હોવાથી માનસિક હતાશા વધી શકે. અકારણ ઉદ્વેગ, અશાંતિ, ભય અને ચિંતા વધે. જમીન-મકાન-મિલકતોમાં નક્કી થયેલા સોદા અટકી શકે છે.

મેષ, વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, કુંભ અને મીનના જાતકો માટે શુભ સમય
મેષ :
જમીન-મકાનના લાંબા ગાળાના પ્રશ્નો હલ થાય. કર્મક્ષેત્રે શુભ તક. નિત્ય ગણેશજીને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો.
વૃષભ : નવાં સાહસો, કરારો કરવામાં સફળતા મળે. નાની-મોટી યાત્રાઓ થવાની સંભાવના. લક્ષ્મી ઉપાસના ઉત્તમ બની રહે.
મિથુન : વાદ-વિવાદોથી દૂર રહેવું. કોર્ટના મામલાનો બહાર નિકાલ કરવામાં સમજદારી રહેશે. રોગોથી સાવધાની રાખવી. ગાયને રોટલી ખવડાવવી.
કર્ક : આકસ્મિક ધનપ્રાપ્તિનો યોગ બને. અકારણ થયેલા ઝઘડાનું નિરાકરણ આવે. કૂળદેવી ઉપાસનાની સાથે ગણેશજીની ઉપાસના ફળે.
સિંહ : વધુ પડતા ખર્ચને કારણે આર્થિક અવરોધનો સામનો કરવો પડે. મિત્રો કે સંબંધીઓ તરફથી પણ અપ્રિય સમાચાર મળવાની સંભાવના. મંગળવારે એકટાણું કરવું.
કન્યા : લાંબા સમયના અટકેલા આર્થિક લાભો મળે. સંતાનથી શુભ સમાચાર મળે. શેરબજારમાં એકંદરે સફળતા મળે. મંગળવારે ભિક્ષુકને મસૂરની દાળ આપવી.
તુલા : ઉચ્ચ અધિકારીઓ સાથેના તમારા સંબંધો ન બગડે તેનું ધ્યાન રાખવું. મહેનતનાં પરિણામો આવવામાં થોડો સમય લાગી શકે છે. મંગળ ગ્રહના જાપ કરવાથી લાભ.
વૃશ્ચિક : ભાગ્ય પરિવર્તન માટે શુભ સમય. નાના ભાઈભાંડુથી લાભ. અધૂરી માનતા પરિપૂર્ણ કરવી.
ધન : કાર્યક્ષેત્રમાં કાવતરાના શિકાર બનવાનું ટાળવું. આર્થિક બાબતો મજબૂત રહેશે. સંપત્તિને લગતી બાબતોનું સમાધાન થશે. ગણેશજીની નામાવાલીનું પઠન કરવું.
મકર : લગ્નજીવનમાં અકારણ વાદ-વિવાદ સર્જાય. લાંબા સમયની માંદગી હટે. મંગળ ગ્રહના યંત્રની પૂજા ઉત્તમ બની રહેશે.
કુંભ : નોકરિયાત વર્ગ માટે શુભ સમય. છુપા શત્રુઓનો નાશ થાય. ખિસ્સાંમાં કે પાકીટમાં લાલ રંગની પેન અવશ્ય રાખવી.
મીન : સંતાનથી શુભ સમાચાર મળી શકે. નવા મિત્રો સાથે મુલાકાત વધે. તુલસી ક્યારે નિત્ય દીવો કરવો.

અન્ય સમાચારો પણ છે...