તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિયાસ્કો:કોરોનાના દર્દીઓને રેલવે કોચમાં આઇસોલેટ કરવાની યોજના ફ્લોપ, રેલવેના 60 આઇસોલેટ કોચનો હજુ ઉપયોગ થયો નથી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ઓક્સિજન સિલિન્ડર, સેનેટાઇઝર સહિતની પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા રેલવે કોચમાં કરવામાં આવી હતી
  • ગાંધીધામ, ભુજ અને અમદાવાદ રેલવે સ્ટેશને આઇસોલેટેડ કોચ બનીને તૈયાર પડયા છે

ગુજરાતમાં તહેવારો બાદ કોરોનાનો હાહાકાર વધ્યો છે. અગાઉ દર્દીઓને આઈસોલેટ કરીને સારમાં સારી સારવાર આપી શકાય તે માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ વિભાગમાં 60 આઈસોલેટ કોચ તૈયાર કરવામાં આવ્યાં હતાં. જે છેલ્લા 8 મહિનાથી ઉપયોગમાં લેવામાં આવ્યાં નથી. એક તરફ રાજ્ય સહિત ખાસ કરીને અમદાવાદમાં દર્દીઓને હોસ્પિટલોમાં સારવાર માટે બેડ નથી મળતાં, દર્દીઓને અન્ય શહેરોમાં સારવાર માટે ખસેડવા પડે છે. ત્યારે લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ ઓક્સિજન સિલિન્ડર સહિત સારવારની તમામ સુવિધાઓથી સજ્જ કરાયેલા રેલવેના કોચ ઉપયોગ વિના પડ્યાં રહ્યાં છે.

રેલવે કોચમાં તમામ સુવિધાઓ હતી
અમદાવાદ સહિતના શહેરોમા કોરોનાના દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યાં. જ્યારે આઠ મહિના પહેલાં દર્દીની સારવાર માટે તમામ સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવેલા રેલવે કોચની કોઈને યાદ પણ નથી આવતી. મુશ્કેલ ઘડીમાં, શહેરમાં બેડ ખૂટી પડે તેવી સ્થિતિમાં આઇસોલેટેડ કોચનો ઉપયોગ કરવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ કોચમાં જરૂરી ફેરફાર કરીને દર્દીઓને સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઇ હતી. જેમાં ઓક્સિજન સિલિન્ડર, સેનેટાઇઝર, માસ્ક, બાટલા ચઢાવવાની સુવિધા સહિતની પ્રાથમિક સારવાર કરી શકાય તેવી પુરેપુરી વ્યવસ્થા કરાઇ છે.

રેલવેના અધિકારી શું કહે છે?
આ અંગે અમદાવાદ વિભાગના રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ મ્યુનિ.કોર્પોરેશન કે રાજ્ય સરકાર તરફથી હજુ સુધી આ અંગેની માંગણી કરાઇ નથી. માંગણી આવશે ત્યારે જરૂરથી રેલવેના કોચ આ માટે પુરા પડાશે. હાલમાં અમદાવાદ વિભાગમાં ગાંધીધામ, ભુજ અને અમદાવાદ રેલવે સ્ટેશને કુલ ૬૦ આઇસોલેટેડ કોચ બનીને તૈયાર પડયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો