તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ટ્રાન્સ્પોર્ટ:સાબરમતી રેલવે સ્ટેશનને રિવરફ્રન્ટ સાથે જોડવા યોજના

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક જ સ્થળેથી તમામ ટ્રાન્સ્પોર્ટ સેવા પૂરી પાડવામાં આવશે
  • રેલવે અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન વચ્ચે બેઠક

શહેરના મુખ્ય ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસી રહેલા સાબરમતી રેલવે સ્ટેશનને શહેરીજનોની સાથે શહેરમાં આવતા જતા બહારના વેપારીઓ સહિત તમામ લોકોની સુવિધા માટે સાબરમતી રિવરફ્રન્ટ સાથે જોડવામાં આવશે. જેથી રિવરફ્રન્ટ પર આવતા જતા લોકો રિવરફ્રન્ટથી સીધા સાબરમતી સ્ટેશને પહોંચી શહેરમાં તેમજ રાજ્યની બહાર જવા માટે એક જ સ્થળેથી તમામ ટ્રાન્સપોર્ટની સુવિધા મેળવી શકશે.

આ મુદ્દે ચર્ચા કરવા સાબરમતી રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટની કામગીરી સંભાળી રહેલી રેલવેની સહયોગી સંસ્થા ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારીઓની સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે બુધવારે બેઠક યોજાઈ હતી. જેમાં સ્ટેશનને રિવરફ્રન્ટ સાથે કઈ રીતે કનેક્ટ કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સાબરમતી ખાતે હાઈસ્પીડ (બુલેટ) ટ્રેનનું સ્ટેશન, મેટ્રો ટ્રેનનું સ્ટેશન તેમજ બીઆરટીએસ બસ સ્ટેશન સાથે કનેક્ટ કરવા ટ્રાન્સપોર્ટ હબ તૈયાર થાય છે. બીજી બાજુ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મનોરંજનની સાથે કોમર્શિયલ હબ તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

ધર્મનગર-જેલરોડ સ્ટેશનો જોડતા અંતર પણ ઘટશે
સાબરમતી રેલવે સ્ટેશન બે સ્ટેશન વચ્ચે વહેંચાયેલો છે જેમાં એક સ્ટેશન જેલરોડ તરીકે તેમજ બીજો સ્ટેશન ધર્મનગર તરીકે ઓળખાય છે. હાલમાં એક સ્ટેશનેથી બીજા સ્ટેશને પહોંચવા માટે લોકોને ખાનગી વાહનમાં લગભગ 2 કિલોમીટરથી વધુનો કાપવો પડે છે. બન્ને સ્ટેશનને ટ્રાવેલેટર દ્વારા જોડવામાં આવશે. જેથી બન્ને સ્ટેશન વચ્ચેનું અંતર ખૂબજ ઘટી જશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો