અમદાવાદમાં પ્લેસમેન્ટ ડ્રાઈવ:ICSIમાં 23 માર્ચે પ્લેસમેન્ટ યોજાશે, નવા CSને 5થી 6 લાખ સુધીના પેકેજ મળશે

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીસ ઓફ ઇન્ડિયાના અમદાવાદ ચેપટર દ્વારા 23 માર્ચે પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ ખાસ તો CSનો અભ્યાસ પૂરો કર્યો હોય તેમના માટે યોજાશે. પ્લેસમેન્ટ ડ્રાઈવમાં દેશભરના CS ભાગ લઈ શકશે. મલ્ટીનેશનલ કંપની તાજેતરમાં ન ભણીને આવેલા ફ્રેશર્સ CSને 5થી 6 લાખ સુધીના જોબ પેકેજ આપવામાં આવશે.

6થી 6 લાખ સુધીના જોબ પેકેજ આપવામાં આવશે
આશ્રમ રોડ પર આવેલા ચિનુભાઈ ટાવરમાં 23 માર્ચ મંગળવારે યુવા કંપની સેક્રેટરી માટે પ્લેસમેન્ટ ડ્રાઈવ રાખવામાં આવી છે. જેમાં એપ્રિલ 2018 બાદ ICSIના મેમ્બર થયેલા CSને જોબ ઓફર કરવામાં આવશે. ખાસ તો તાજેતરમાં ટ્રેનિંગ રહી લઈ રહેલા CS માટે આ પ્લેસમેન્ટ રાખવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતેની ગિફ્ટ સિટીની કેટલીક કંપનીઓ ICSI પાસે નોંધાઇ છે. જોકે હજુ અનેક મોટી કંપની પ્લેસમેન્ટ માત્ર આવશે. નવ નિયુક્ત CSને કંપનીઓ દ્વારા 6થી 6 લાખ સુધીના જોબ પેકેજ આપવામાં આવશે.

અમારા ત્યાં દર વર્ષે 2 વખત પ્લેસમેન્ટ થાય છેઃ અલય વસાવડા
23 માર્ચે સવારે 9:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પ્લેસમેન્ટ ચાલશે. અમદાવાદ ચેપટર દ્વારા પ્લેસમેન્ટ યોજાશે, પરંતુ દેશભરના CS આ પ્લેસમેન્ટમાં ભાગ લઇ શકશે. પ્લેસમેન્ટ માટે આવનાર CS એ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ICSIના અમદાવાદના ચેરમેન અલય વસાવડાએ જણાવ્યું હતું કે, અમારા ત્યાં દર વર્ષે 2 વખત પ્લેસમેન્ટ થાય છે. આ વર્ષે નવા CS માટે પ્લેસમેન્ટ રાખવામાં આવ્યું છે, જેમાં 5થી 6 લાખ સુધીના જોબ પેકેજ મળશે. કેટલીક કંપની અમારા ત્યાં રજીસ્ટર થઈ છે હજુ અન્ય કંપનીઓ રજીસ્ટર થશે.

અન્ય સમાચારો પણ છે...