તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:લોંગેસ્ટ અને ફાસ્ટેસ્ટ રૅમ્પવૉક કરવા બદલ વર્લ્ડ રેકોર્ડ ઑફ ઇન્ડિયામાં સ્થાન

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં બાળકો માટે કિડ્સ ફેશન શૉનું આયોજન કરવામાં આવ્યું

શહેરના કાશીરામ હૉલ ખાતે પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ ઑફ ગુજરાત નામથી ફેશન શૉ યોજાયો હતો. જેમાં એક સાથે એક સમયે 50થી વધુ બાળકોએ ફાસ્ટેસ્ટ રૅમ્પ વૉક કર્યું હતું. જે બદલ આ રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડ ઑફ ઇન્ડિયામાં સ્થાન પામ્યો હતો. ગુજરાત લેવલે યોજાયેલી આ પ્રકારની સ્પર્ધામાં 3થી 7 અને 8થી 14 વર્ષની એમ બે કેટેગરીમાં બાળકોએ ભાગ લીધો હતો. બન્ને કેટેગરીમાં બાળકોને ઈનામો આપવામાં આવ્યા હતા. ફર્સ્ટ પ્રાઇઝ વિજેતાને ટેબ્લેટ, સેકન્ડ વિજેતાને સાયકલ જ્યારે ત્રીજા સ્થાન પર આવનારને ગિફ્ટ હેમ્પર આપવામાં આ‌વ્યા હતા.

આ અંગે માહિતી આપતા વર્લ્ડ રેકોર્ડ ઑફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ પાવન સોલંકીએ કહ્યું કે, મોડેલિંગ એક એવું ક્ષેત્ર છે જે વિદ્યાર્થીઓને નિખારવાની નવી તક મળે અને ટેલેન્ટે બહાર આવે તે હેતુથી આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોરોના પેન્ડેમિકમાં સેફ્ટી સાથે બાળકોને આ પ્રોગ્રામ થકી એક્ટિવ રાખવા પણ જરૂરી છે. ફેશન શૉમાં જ્યુરી દ્વારા બાળકોમાં રહેલા ટેલેન્ટને આધારે વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો