તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:હોટેલની લોનમાં લઘુશંકા કરનારાને રોકવા જતા ગાર્ડ પર પાઇપથી હુમલો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • SG હાઈવે પર આવેલી બિનોરી હોટેલની ઘટના, 4 સામે ફરિયાદ

એસજી હાઈવે પર આવેલી એક હોટેલની લોનમાં લઘુશંકા કરી રહેલી વ્યક્તિને રોકવા જતાં તેણે અને તેની સાથેના ત્રણે સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. થલતેજની બિનોરી હોટેલમાં સિક્યુરિટી સુપરવાઇઝર અંકિત બાબુ દીક્ષિત શુક્રવારે રાત્રે ડ્યૂટી પર હતા ત્યારે ચાર લોકો હોટેલમાં એક મહેમાનને મળવા આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિ લોનમાં જઈ લઘુશંકા કરતી હતી, જેથી અંકિતે તેને રોકતાં તેની સાથેના ત્રણે તેને માર માર્યો હતો. જ્યારે એકે પાઇપથી અંકિત પર હુમલો કર્યો હતો. જોકે સ્ટાફે તેમાંથી એકને પકડી લીધો હતો, જેનું નામ મૌલિક ત્રિવેદી અને કારમાં ભાગી ગયેલા પીયૂષ દરજી, નિસર્ગ પટેલ અને ઉમંગ હોવાનું જણાયું હતું. જોકે હુમલામાં અંકિતને ઇજા થઈ હોવાથી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસમાં ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...