રજૂઆત:HCમાં ગુજરાતીને વધારાની ભાષા તરીકે સ્વીકારવા PIL

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દરેક રાજ્યને માતૃભાષામાં રજૂઆત કરવાનો બંધારણે અધિકાર આપ્યો હોવાની દલીલ કરાઈ

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને વધારાની ભાષા તરીકે સ્વીકારવાની દાદ માગતી જાહેરહિતની અરજી હાઇકોર્ટમાં કરાઈ છે. અરજીમાં રજૂઆત કરાઇ છે કે, બંધારણની જોગવાઇ મુજબ દરેક રાજ્યની હાઈકોર્ટમાં તેની માતૃભાષામાં રજૂઆત કરવાનો અધિકાર મળેલો છે. રાજ્યપાલની મંજૂરી મળી ગયા પછી તેના અમલ માટે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના એડમિનિસ્ટ્રેશનની મંજૂરી લેવાની હોતી નથી.

હાઇકોર્ટમાં ગુજરાતી ભાષામાં રજૂઆત કરવાની મંજૂરી મળવી જોઇએ. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે અરજદારને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના બે ચુકાદાનો અભ્યાસ કરવા આપીને વધુ સુનાવણી 1 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.

રોહિત પટેલ નામના અરજદારે કરેલી જાહેરહિતની અરજીમાં સિનિયર એડવોકેટ અસીમ પંડ્યાએ દલીલ કરી હતી કે, દેશના યુવાનોનો સર્વાંગી વિકાસ કરવો હોય તો તેમને માતૃભાષામાં પોતાની અભિવ્યકિત કરવા દેવાની સ્વતંત્રતા મળવી જોઇએ. એડવોકેટ એકટ,1961 હેઠળ દરેક વકીલને હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરવાનો અધિકાર મળેલો છે.

અન્ય સમાચારો પણ છે...