તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:કોરોનાની ફ્રી સારવાર અંગેની PIL સુઓમોટો સાથે ચલાવાશે

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમાલપુરના ધારાસભ્યે અરજી કરી હતી
  • કોરોના સંબંધિત તમામ અરજીઓ સુઓમોટો સાથે ચીફ જસ્ટિસની કોર્ટમાં ચલાવવા આદેશ

ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની મફત સારવારની પીઆઈએલ પરની સુનાવણી જસ્ટિસ એ. જે. દેસાઈની ખંડપીઠ સમક્ષ નીકળતા સરકારે રજૂઆત કરી હતી કે, કોરોના અંગેની અરજીઓ સુઓમોટોની સાથે ચલાવવા ચીફ જસ્ટિસે આદેશ કર્યો છે. ખંડપીઠે પણ સુનાવણી સુઓમોટો સાથે મૂકવા આદેશ કર્યો છે.

જમાલપુરના પૂર્વ ધારાસભ્ય અને એઆઈએમઆઈએમના ગુજરાત પ્રમુખ સાબીર કાબલીવાલાએ જાહેરહિતની અરજીમાં રજૂઆત કરી હતી કે, કોરોનાના કેસ ખૂબ વધ્યા છે છતાં સરકાર ખાનગી હોસ્પિટલોમાં લોકોને મફત સારવાર આપવા તૈયાર નથી. અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં માત્ર ત્રણ સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીને દાખલ કરાય છે. જો દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય તો તેને ઘણો મોટો ખર્ચો કરવો પડે છે. સરકારની ફરજ બને છે કે તેણે ખાનગી હોસ્પિટલોમાં લોકોને મફત સારવાર પૂરી પાડવી જોઈએ.

લોકડાઉનને લીધે ગરીબ-મધ્યમ વર્ગના લોકો પોતાની રોજગારીમાં ઘણી મુશ્કેલી ભોગવી રહ્યા છે તો બીજી તરફ ખાનગી હોસ્પિટલો આ તકનો લાભ લઈ મનફાવે તેવી રીતે દર્દીઓ પાસેથી ફી વસૂલે છે. સરકારે તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલોને સરકાર હસ્તક કરી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સારવાર ઉપલબ્ધ કરાવવી જોઈએ.

સરકાર ઝડપથી નિર્ણય નહિ લે તો આગામી સમય કપરો આવી શકે છે. ગત વર્ષની જેમ જ સંક્રમણ વધી રહ્યું છે. તેની સામે ખાનગીમાં દર્દીઓને લૂંટવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...