• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • PIL Of AMC Compulsory Covid Vaccine Certificate Gujarat High Court Say Don't Go Power In Making Decisions In Public Interest. What's Wrong With Being Forced?

PIL નકારી:ગુજરાત હાઈકોર્ટ: લોકહિતના નિર્ણય લેવામાં 'સત્તા' શોધવા ન જવાય, જાહેર સ્થળ પર કોરોના સર્ટિ. ફરજિયાત કરાય તેમાં ખોટું શું છે?

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AMCના જાહેર સ્થળ કોવિડ સર્ટિ ફરજિયાત કરવાના નિર્ણયને પડકારતી PIL ગુજરાત હાઇકોર્ટે નકારી
  • કોવિડ સંદર્ભે વહીવટી નિર્ણયમાં હસ્તક્ષેપ ન કરવામાં આવે: હાઈકોર્ટ
  • ત્રીજી વેવ અને ઓમિક્રોનની સંભાવના વચ્ચે કોઈ બાંધછોડ નથી કરવા માંગતા: AMC

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની વેક્સિનેશન ડ્રાઇવ સંદર્ભે કરવામાં આવેલી જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટે નકારી દીધી છે. સાથે જ આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે AMCના વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજિયાત કરવાના નિર્ણયમાં હસ્તક્ષેપ ન કરતા, કોરોના સંદર્ભે કરવામાં આવેલા આ પગલાની સરાહના કરી છે. આ સુનાવણી દરમિયાન અરજદારોને આકરા શબ્દોમાં ટકોર કરતા કહ્યું કે 'ભલે કોર્પોરેશન પાસે વેક્સિનેશન ફરજિયાત કરવાની સત્તા ન હોય, પરંતુ દર વખતે આવા જાહેર હિતના નિર્ણય લેવા માટે સત્તા છે કે નહીં તે શોધવા ન જવાય'

કોવિડ સંદર્ભે વહીવટી નિર્ણયમાં હસ્તક્ષેપ ન કરવા: હાઈકોર્ટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરના જાહેર સ્થળો પર ફરવા માટે કોરોના વેક્સિનનું સર્ટીફીકેટ ફરજિયાત કર્યું હતું. AMCના આ નિર્ણયને પડકારતી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જે મામલે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીને યોગ્ય ગણાવી અને જાહેર હિતમાં અને કોરોના સામેની લડાઈમાં લેવાયેલા નિર્ણયમાં કોર્ટ હસ્તક્ષેપ ન કરવાનું અવલોકન કર્યું. સંભવિત ત્રીજી લહેરથી બચવા રસી લેવી જરૂરી અને ઓમિક્રોન વેરિયન્ટ અત્યંત ચેપી હોવાની અને ત્રીજી લહેરને રોકવા રસીકરણ જરૂરી હોવાની વાત કોર્ટે સ્વીકારી છે. કોર્ટે એ પણ હુકમ કર્યો છે કે, કોવિડ સંદર્ભે વહીવટી નિર્ણયમાં હસ્તક્ષેપ ન કરવામાં આવે. સાથે જ નાગરિકો આ મહામારી સામે લડાઈમાં સહકાર આપવા કહ્યું છે.

ત્રીજીવેવ અને ઓમિક્રોન સામે કોઈ બાંધછોડ નથી કરવા માંગતા: AMCના વકીલ
આ સુનાવણી દરમિયાન જસ્ટિસ પારડીવાલાએ અરજદારના એડવોકેટને એ પણ ટકોર કરી કે, જાહેર હિતમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે કોર્પોરેશન નિર્ણય લીધો છે. જો કોરોના સંક્રમણ વધે, શું ફરીથી તેમને ઓનલાઇન થવું છે કે શું! સંક્રમણ ન ફેલાય તે માટે થોડા દિવસ સ્વિમિંગ પૂલમાં જવાનું બંધ કરી દો, તેમ પણ કોર્ટે કહ્યું હતું. કોર્પોરેશન તરફથી હાજર થયેલા એડવોકેટે કોર્ટને જણાવ્યું હતું કે, ત્રીજી વેવ અને ઓમિક્રોનની સંભાવના વચ્ચે તેઓ કોઈ બાંધછોડ નથી કરવા માંગતા.

હાઈકોર્ટે અરજી બાબતે દંડ ન કર્યો
ગુજરાત હાઈકોર્ટે આ જાહેરહિતની અરજીને નકારી કાઢી છે. સાથે જ એડવોકેટને ટકોર કરી કે, તેમના અરજદાર ક્લાયન્ટ કઈ પ્રકારના છે! આ 4 અરજદાર 6 કરોડ જનતાના જીવને કેમ જોખમમાં મૂકવા માંગે છે? કોર્પોરેશનના પરિપત્રમાં ખોટું શું છે! સાથેસાથે કોર્ટે એ પણ કહ્યું હતું કે, આ પ્રકારની અરજી સાથે કોર્ટમાં માણસો કેમ આવે છે? આ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. આ અરજી બાબતે અમે કોસ્ટ પણ કરી ચૂકી હોત! જે અંગે કોર્પોરેશનના એડવોકેટે કોવિડ ફંડમાં રકમ જમા કરવાની વાત પણ કહી, પરંતુ કોર્ટે કોસ્ટ એટલે દંડ કર્યો ન હતો.

શું અરજદાર પાસે ઓમિક્રોન સામે લડવાનો પાવર છે?: હાઈકોર્ટ
3 મહિના અગાઉ AMCએ અમદાવાદ શહેરમાં જાહેર સ્થળો જેમકે, AMTS-BRTS બસમાં મુસાફરી, રિવરફ્રન્ટ, સિટી સિવિક સેન્ટર, જીમ, કાંકરિયા વગેરે જેવા સ્થળો પર જવા માટે વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજિયાત કર્યું હતું. કોર્પોરેશનના આ નિર્ણયના પરિપત્ર સામે 4 અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. અરજદાર વતી એડવોકેટે દલીલ કરી કે, ભારત સરકારે પણ વેક્સિન મરજિયાત હોવાનું જણાવ્યું છે. તો પછી AMC વેક્સિનને ફરજિયાત કેવી રીતે કરી શકે? તેની સત્તા કોર્પોરેશન પાસે કેવી રીતે હોઈ શકે! આ સંદર્ભે કોર્ટે વકીલને ટકોર કરી કે, શું તેમની પાસે ઓમિક્રોન સામે લડવાનો પાવર છે?

અન્ય સમાચારો પણ છે...