રજૂઆત:કંપની ટ્રિબ્યુનલમાં જજની ભરતીના નિયમો સામે PIL, જજ બનવા નવા CA, CS, કોસ્ટ એકાઉન્ટન્ટને તક મળવી જોઈએ:અરજદાર

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશભરની નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, એટલે કે NCLT તેની ઉપરની કોર્ટ એટલે કે NCLATમાં જજ તરીકે ટેક્નિકલ સભ્યની ભરતી સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે NCLT તથા NCLATમાં જજ તરીકે નિમણુંક માટે ટેક્નિકલ સભ્ય માટેના ધારાધોરણોને પડકારવામાં આવ્યા છે.

NCLT તથા NCLATમાં ટેક્નિકલ સભ્યની ભરતી માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપની સેક્રેટરી અથવા તો કોસ્ટ એકાઉન્ટ એ પસંદગી કરવામાં આવતી હોય છે. જે માટે હાલ NCLTમાં 6 પદ અને NCLATમાં 2 પદ પર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં NCLTમાં જ તરીકે ટેક્નિકલ સભ્યની અનુભવ મર્યાદા 15 વર્ષ અને NCLATમાં જજ તરીકે ટેકનિકલ સભ્યોની અનુભવ મર્યાદા 25 વર્ષ નિયત કરવામાં આવી છે.

અરજદાર અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિકાસ જૈને ભરતીના નિયમો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો છે, જે અંગે તેમને જણાવ્યું કે NCLT ને કોર્પોરેટ મંત્રાલય ન રાખી, કાયદા મંત્રાલય હેઠળ તેમનો સમાવેશ કરવામાં આવવો જોઇએ, ઉપરાંત જજની ભરતી સંદર્ભે અનામત અંગેની પણ સ્પષ્ટતા નથી કરવામાં આવી, જે કરવી જોઈએ. માત્ર એટલું જ નહિં પરંતુ જજ તરીકે ટેકનિકલ સભ્યની ઉમર મર્યાદાનો ક્રાઇટેરિયા 50 વર્ષ નક્કી કરવામાં આવ્યો છે, જે ઘટાડવા ઉપરાંત કંપની લો ટ્રિબ્યુનલને કોર્પોરેટ અફેર મંત્રાલયમાંથી કાયદા મંત્રાલયમાં ખસેડવા માટે પણ માંગ કરવામાં આવી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટરને નોટિસ ઇશ્યુ કરી છે.

આ બાબતે અરજદારના વકીલ વિશાલ દવેએ જણાવ્યું કે કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે નવા-યુવાન અને હાલ તૈયાર થઇ રહેલ ચાર્ટડ એકાઉન્ટન્ટ,કોસ્ટ એકાઉન્ટ કને કંપની સેક્રેટરીને કંપની ટ્રિબ્યુનલમાં કામ કરવાની તક મળે તે માટે ભરતી માટે ઉમર માટે કોઈ બાધ ન હોવો જોઈએ. અગાઉ NCLTમાં જ્યૂડીશયલ પોસ્ટની ભરતી સામે પણ આ જ પ્રકારે ઉંમરના બાધના નિયમ સામે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.દેશભરમાં અલગ અલગ વિભાગ કે ક્ષેત્રને લગતી કાયદાકીય બાબતો અંગે ખાસ ટ્રીબ્યુનલ કોર્ટની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, કે જે મોટી-મોટી કંપનીને લગતા મુદ્દાઓ અંગેની કાયદાકીય બાબતો સાંભળી ચુકાદા આપે છે. જેમાં જજની ભરતી માટેની જાહેરાત કોર્પોરેટ મંત્રાલય મારફતે કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...