સુરેન્દ્રનગર ગેંગસ્ટર એન્કાઉન્ટર કેસ:હનીફ ખાન-સગીર પુત્રના એન્કાઉન્ટર મામલે PIL; 13 વર્ષના દીકરાનું પોલીસે કરેલું એન્કાઉન્ટર ગેરબંધારણીય હોવાની હાઇકોર્ટમાં રજૂઆત

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર

સુરેન્દ્રનગરનાં કુખ્યાત ગેંગસ્ટર હનીફ ખાન અને તેના સગીર વયના પુત્ર માદીન ખાનનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરી દેવાતાં હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. રજૂઆત કરાઈ છે કે પોલીસે હનીફ ખાનના 13 વર્ષનાં દીકરાનું એન્કાઉન્ટર કર્યું છે તે ગેરબંધારણીય છે.

ચીફ જસ્ટીસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આસુતોષ શાસ્ત્રીની ખંડપીઠે સરકાર સહિત એન્કાઉન્ટરમાં સંડોવાયેલા તમામ પોલીસ અધિકારીઓને નોટિસ પાઠવીને વધુ સુનાવણી 18 જાન્યુઆરી પર મુકરર કરી છે. હનીફ ખાનની દીકરી સોહાના મલેક તરફથી સિનિયર એડવોકેટ યતીન ઓઝાએ એવી દલીલ કરી કે, પોલીસ દ્વારા કરાયેલા નકલી એન્કાઉન્ટરમાં તેમનો 13 વર્ષનો ભાઈ પણ મૃત્યુ પામ્યો છે. પોલીસે એફઆઈઆરમાં એવા લોકોના નામ લખ્યા છે એ લોકો 40 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છે.

હનીફ ખાન સામે 89 ગુના નોંધાયેલા હતા
ગેંગના હનીફ ખાન સામે 89 ગુના નોંધાયેલા હતાં તેમાંથી 59માં તે વોન્ટેડ હતો. મળેલી બાતમી મુજબ હનીફ તેના ઘરે આવ્યો હોવાનું માલુમ પડતાં પોલીસ હનીફનાં ઘરે ગઈ હતી. નવેમ્બર મહિનામાં હનીફને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હનીફે 3 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો તેવી એફઆઇઆરમાં રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...