• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • PIL In High Court Against Illegal Slaughterhouses In The State, No Slaughterhouse Committee In Any District Even After Supreme Court Directive: Petitioner

રજૂઆત:​​​​​​​રાજ્યમાં ગેરકાયદે ચાલતા કતલખાના સામે હાઈકોર્ટમાં PIL, સુપ્રિમ કોર્ટના નિર્દેશ બાદ પણ એકપણ જિલ્લામાં કતલખાના સમિતિ નહિ: અરજદાર

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં કતલખાના સમિતિ બનાવી પ્રાણીઓને લગતા કાયદાનું પાલન કરાવવાની જવાબદારી સોંપી હતી

દેશમાં પ્રાણીઓ પર થતા અત્યાચાર મામલે કાયદા અમલમાં છે. ખાસ કતલખાનાઓમાં તેનો યોગ્ય રીતે અમલી ન હોવાથી ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં છે. રાજ્યમાં ચાલતા કતલખાનાઓમાં પ્રદૂષણ વિભાગ, ફૂડ સેફટી એક્ટ, ટ્રાન્સપોર્ટ વગેરે વિવિધ વિભાગના કાયદાઓ લાગુ પડે છે, પરંતુ તે કાયદા પૈકી એકની પણ અમલવારી નથી થઇ રહી અને ગેરકાયદેસર ચાલી રહ્યા હોવાના દાવો કરવામાં આવ્યો છે.

વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટર દરેક રાજ્યમાં કતલખાના સમિતિ બનાવી પ્રાણીઓને લગતા કાયદાનું પાલન કરાવવાની જવાબદારી સોંપી હતી. જેમાં તેનું મુખ્ય કામ ગેરકાયદેસર ચાલતાં કતલખાના, નાનાથી લઈને મોટાનો સમાવેશ થાય છે, તેને બંધ કરી તેના પર કાર્યવાહી કરવાનું હતું, કે કામગીરી સતત ચાલુ રહેવી જોઈએ અને કાયદાનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે પણ સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા પણ બહાર પાડી હતી.

ગુજરાતમાં માત્ર એક જ કારખાના પાસે લાઇસન્સ
જોકે ગુજરાતમાં કતલખાના સમિતિ દ્વારા સુપ્રીમ કોર્ટે જારી કરેલી માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાથી જાહેર હિતની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમા અરજદાર ધર્મેન્દ્ર ફોફાણીએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પાછલા કેટલાક વર્ષોથી લઇ અત્યાર સુધી અલગ અલગ જિલ્લાઓમાં કમિટીની રચના થઈ છે કે કેમ? અને તેની કામગીરી શું છે? તે માહિતી અધિકાર નિયમ મારફતે વિગતો મેળવી. જેમાં મોટાભાગના જિલ્લામાં આ કમિટી ન હોવાની માહિતી બહાર આવી હતી. જે કોર્ટ સમક્ષ રજૂ કરી છે. એટલું નહીં પરંતુ અરજદારે કતલખાના માટે ફૂડ એન્ડ સેફટી વિભાગ પાસે માંગેલ માહિતીમાં પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે, કે ગુજરાતમાં ચાલી રહી કતલખાના પૈકી માત્ર એક જ કારખાના પાસે લાઇસન્સ છે.

સમગ્ર મામલે હાઇકોર્ટે સરકારને નોટિસ પાઠવી છે
મોટી વાત તો એ છે કે જ્યારે અરજદારે રાજ્યના પોલીસ વડા, કે જેઓ કતલખાના સમિતિના સભ્ય પણ છે. વિભાગ પાસે આ કમિટી સંદર્ભે માહિતી માંગી, ત્યારે એ જાણવા મળ્યું કે કતલખાના સંદર્ભે સમિતિ અંગે તેમને કોઈ માહિતી નથી. જે બાબતોને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ મામલે હાઇકોર્ટે સરકારને નોટિસ પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...