હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી:સુરત એરપોર્ટ આસપાસની નડતરરૂપ બિલ્ડિંગ દૂર કરવાની PIL, હાઈકોર્ટે કહ્યું- એક બાબતને લંબાવવા સમય નહીં અપાય

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફેસબુક પરથી લીધેલી સુરત એરપોર્ટની તસવીર - Divya Bhaskar
ફેસબુક પરથી લીધેલી સુરત એરપોર્ટની તસવીર
  • DGCA અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર આ બિલ્ડિંગને નોટિસ જ આપી છે: અરજદાર

સુરત એરપોર્ટની આજુબાજુની નડતરરૂપ બિલ્ડિંગ માટે જાહેર હિતની અરજી કરાઈ છે. જેમાં સુરત એરપોર્ટની ફરતે વધારાના ગેરકાયદે બાંધકામને દૂર કરવા માટે અરજદારની રજૂઆત કરાઈ છે, એરપોર્ટના નિયમો અનુસાર તેને દૂર કરવા આવશ્યક છે એવી અરજીમાં માગ કરાઈ છે. અરજદારે કરેલી પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે DGCA અને સુરત મ્યુનિસિપલ માત્ર આવી બિલ્ડિંગને નોટિસ જ આપી છે. ત્યારે હાઈકોર્ટે કહ્યું છે કે, હવે એક બાબતને લંબાવવા માટે સમય આપવામાં નહી આવે.

કોઈ સામે નક્કર પગલાં લેવાયા નથી: અરજદાર
હાઈકોર્ટમાં સુરત એરપોર્ટ આસપાસના બિલ્ડિંગને દૂર કરવા માટેની અરજીમાં સુનાવણી થઈ હતી. અરજીમાં અરજદારે દલીલ કરીહતી કે, આ બિલ્ડિંગ વિરુદ્ધ કોઈ નક્કર પગલાં લીધા નથી, માત્ર તેઓ આ કેસને ટાળવા મુદ્દત માગ્યા કરે છે, હાઇકોર્ટે કહ્યું કે હવે એક બાબતને લંબાવવા માટે સમય આપવામાં નહી આવે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને DGCA કહે છે કે પગલાં લીધા છે પણ હકીકતમાં ક્યાંય કશું થયું નથી.

12 ઓગસ્ટે વધુ સુનાવણી
આ બાબતે સુરત મ્યુનિ અને DGCAએ નક્કર પગલાં લેવા જોઈએ. કોર્ટ કહ્યું કે, પહેલા તેમને પોતાની સત્તાનો ઉપયોગ કરીને આ બાબતનો નિકાલ લાવવો જોઈએ. હવે આ કેસની સુનાવણી 12 તારીખ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...