તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરહિતની અરજી:3 દાયકાથી ગુજરાતમાં ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફની યોગ્ય કારણ વગર ભરતી ન કરાતી હોવાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં PIL

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં આરોગ્યને લઇને વધુ એક અરજી કરવામાં આવી
  • સરકારી હોસ્પિટલમાં બ્યુરોક્રેટ્સના વલણથી ઉભી થતી મુશ્કેલીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો

કોરોનાની સ્થિતિ ગુજરાતમાં દિવસેને દિવસે બદત્તર થઈ રહી છે. રાજ્યમાં રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ અને મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જાહેરહિતની કરાયેલી આ અરજીમાં છેલ્લા ત્રણ દાયકાથી ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, મેડિકલ પ્રોફેસરની ભરતી ન કરાઈ હોવાની તેમાં રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં આરોગ્યને લઇ ચાલતી મહામારીને લઇ વધુ એક અરજી કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર છેલ્લા 30 વર્ષોથી ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ 2007 મુજબ કોઈ પણ યોગ્ય કારણ વિના ભરતી ન કરી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય પણ કેટલાક વિષયોને અરજીમાં સામેલ કરવામાં આવ્યા છે.

ત્રણ દાયકાઓથી યોગ્ય કારણ વિના ભરતી ન કરાઈ
અરજીમાં રાજ્ય સરકારે છેલ્લા ત્રણ દાયકાઓથી ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ મેડિકલ પ્રોફેસરની ભરતી ન કરી હોવાની રજુવાત કરવામાં આવી છે. કેટલી ભરતીઓ સામે કેટલી જગ્યાઓ ભરવામાં આવી છે તેની વિગતો સાથે નામદાર હાઇકોર્ટમાં અરજી કરાઈ છે. જેમાં PH મેડિકલ ઓફિસરની મંજુર થયેલી 68 જગ્યાઓ પૈકી માત્ર 25 જગ્યાઓની જ ભરતી કરવામાં આવી. આ ઉપરાંત જિલ્લા વાર 124 આરોગ્ય અધિકારીની ભરતીની મંજૂરી સામે માત્ર 51 અધિકારીઓની જ ભરતી કરવામાં આવી છે. આવા જ આંકડાઓ નર્સિંગ સ્ટાફ, મેડિકલ ઓફિસર, તાલુકા આરોગ્ય અધિકારીની મંજુર કરાયેલી જગ્યાની સામે પૂરી ભરતી કરવામાં નથી આવી.

સરકારી હોસ્પિટલમાં ડોકટર કામ કરવા રાજી નહી
અરજીમાં ડોક્ટરને સરકારી હોસ્પિટલમાં બ્યુરોક્રેટ્સના વલણથી ઉભી થતી મુશ્કેલીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવા વલણથી સરકારી હોસ્પિટલમાં ડોક્ટર ક્યાંક તો સેવા આપવા ઇચ્છતા નથી અથવા તો જલ્દીથી છુટકારો મેળવવા માંગે છે. સરકારે પણ ક્યારેય આ સમસ્યાનો અભ્યાસ કરવાનો પ્રયત્ન નથી કર્યો. હાલ ઉભી થયેલી ડોક્ટર અને મેડિકલ સ્ટાફની જરુરિયાતને જોતા સરકાર કોન્ટ્રાકટ બેઝ ઉપર ફિક્સ પગાર ઉપર ભરતી કરી રહી છે જે ઈન્સિક્યૉર છે.

દરેક સ્થળે અવેલેબલ બેડની કેટેગરી પ્રમાણે રિયલ ટાઈમ ડેટા આપવામાં આવે તેવી રજૂઆત
અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે સરકારે વેબસાઈટ ઉપર જિલ્લા દીઠ જુદા જુદા બેડના પ્રકાર મુજબ માહિતી આપવી જોઈએ. આ માહિતી ચાર પ્રકારે હોવી જોઈએ: (1) આઇસોલેશન ઓન્લી (2) હાઈ ડિપેન્ડન્સી યુનિટ બેડ (3) ઇન્ટેન્સિવ કેર યુનિટ(ICU) બેડ વીધાવુટ વેન્ટિલેટર (4)ઇન્ટેન્સિવ કેર યુનિટ(ICU) બેડ વિથ વેન્ટિલેટર

વડાપ્રધાનના સંદેશ બાદ પણ RT-PCRમાં વધારો ન કરાયો
અરજીમાં રજુવાત કરવામાં આવી છે કે, RAT રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કરતા RT-PCR, ટેસ્ટ વધુ એક્યુરેટ હોવા છતાં RAT ટેસ્ટ વધુ કરવામાં આવી રહ્યા છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ RT-PCR ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો