NH પર બાયપાસ મુદ્દે PIL:જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે પર બાયપાસ માટે જાહેરહિતની અરજી, સર્વિસ રોડ કે અંડરપાસ ન બન્યો હોવાથી લોકો માટે જોખમી

અરજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નેશનલ હાઈવે પર બાયપાસ નથી બનાવાયા - Divya Bhaskar
નેશનલ હાઈવે પર બાયપાસ નથી બનાવાયા
  • ગુજરાત હાઈકોર્ટે સરકારને તથા હાઈવે ઓથોરિટીને હાઈવેની હાલની સ્થિત અંગે જાણકારી મેળવવા કહ્યું
  • અરજીમાં હાઈવે ઓથોરિટીને સર્વિસ રોડ બનાવવા તથા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે વિનંતી કરાઈ

જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે પરના બાયપાસ રસ્તાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અરજદારે કરેલ અરજીમાં બાયપાસ પરના બાંધકામ પર સર્વિસ રોડ કે વ્હીકલ અંડર પાસ ન બન્યો હોવાથી લોકો માટે તથા પશુ પક્ષીઓ માટે જોખમકારક સાબિત થઇ શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. જેને દૂર કરવા PIL કરવામાં આવી છે. જે અંગે ગુજરાત હાઈકોર્ટે સરકારને તથા હાઈવે ઓથોરિટીને હાઈવેની હાલની સ્થિત અંગે જાણકારી મેળવવા કહ્યું છે.

નિયમ અનુસાર 8થી 10 કિમીના વેરાવળ બાયપાસ રોડ પર બાંધકામ ન થઈ શકે
જેતપુરથી સોમનાથ વચ્ચે 120 કિલોમીટરથી વધુ અંતરનો નેશનલ એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવ્યો છે. નિયમ પ્રમાણે વેરાવળ પાસેના 8થી 10 કિલોમીટરના વેરાવળ બાયપાસ રોડ પરના મધ્ય બિંદુમાં બાંધકામ ન થઈ શકે, તેમ છતાં તે કરવામાં આવ્યું છે. ઉપરાંત રોડના બાંધકામ કરતી વખતે ન તો સર્વિસ રોડ બનાવવામાં આવ્યું છે, કે ન તો મુખ્ય ક્રોસિંગ પાસે વાહનો માટે માટે અંડરપાસ બનાવવામાં આવ્યો છે. જેના કારણે તેની આસપાસના ગામડાના લોકો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે.

નેશનલ હાઈવે પાસેના ગેરકાયદે બાંધકામ દૂર કરવા માગ
નેશનલ હાઈવે પાસેના ગેરકાયદે બાંધકામ દૂર કરવા માગ

બાયપાસ રોડ પર ગામડાના લોકોનું રસ્તો પાર કરવો જીવના જોખમ બરાબર
બાયપાસ રોડ જ્યાંથી પસાર થાય છે, ત્યાં કેટલા ગામડાઓ આવેલા છે. જેથી આ ગામના લોકો માટે રસ્તો પસાર કરવો એ જીવનું જોખમે બરાબર છે. ભૂતકાળમાં ઘણા અકસ્માતો પણ બની ચૂક્યા છે. જેથી આ જાહેરહીતની અરજીમાં હાઈવે ઓથોરિટીને સર્વિસ રોડ બનાવવા તથા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે વિનંતી કરવામાં આવી છે.

નેશનલ હાઈવે પર બાયપાસ ન હોવાથી સ્થાનિકોને અકસ્માતનો ભય
નેશનલ હાઈવે પર બાયપાસ ન હોવાથી સ્થાનિકોને અકસ્માતનો ભય