આર્ટવર્ક:લોકડાઉનની એકલતામાં ચિત્રો કર્યા, હવે USAમાં ડિસ્પ્લે થશે

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ પેઈન્ટિંગમાં જે બ્લેક પાર્ટ છે તે ધુમ્મસ સ્વરૂપે છે બાકીનો પાર્ટ પ્રેમ રીફલેક્ટ કરે છે. - Divya Bhaskar
આ પેઈન્ટિંગમાં જે બ્લેક પાર્ટ છે તે ધુમ્મસ સ્વરૂપે છે બાકીનો પાર્ટ પ્રેમ રીફલેક્ટ કરે છે.
  • અમદાવાદના લબ્ધી શાહે કર્યું આર્ટવર્ક

લોકડાઉનમાં આઇસોલેટ થવાની વાત છે ત્યારે અમદાવાદની આર્ટિસ્ટના ઇનર આઈસોનોલેશન સિરીઝ પરના પેઈન્ટીંગ યુએસએના એટલાન્ટા ખાતે ઓનલાઇન ડિસ્પ્લે થશે. અમદાવાદની લબ્ધી શાહ એકમાત્ર ઇન્ડિયન આર્ટિસ્ટ છે જેના આર્ટ વર્ક દુનિયાના 8 દેશના 16 આર્ટિસ્ટના આર્ટ વર્ક સાથે જોવા મળશે. ઇકોઈ ઓપન: ક્લેક્ટિવ ઈંપેક્ટ વર્ચ્યુઅલ એક્ઝિબિશન 6 જૂનથી શરૂ થઈ રહ્યું છે. કોરોનાની મહામારીમાં આર્ટિસ્ટે શું કામ કર્યું તે થીમ અંતર્ગત આ ચિત્રો પસંદ થયાં છે.

સેલ્ફ આઇસોલેશન પરના આ ચિત્રમાં સ્વયંનો નિખાલસતા પૂર્વકનો સ્વીકાર કરવાની વાત છે.
સેલ્ફ આઇસોલેશન પરના આ ચિત્રમાં સ્વયંનો નિખાલસતા પૂર્વકનો સ્વીકાર કરવાની વાત છે.

લોકડાઉનની એકલતાએ આપી ચિત્રો કરવાની પ્રેરણા
આર્ટિસ્ટ લબ્ધી શાહના જણાવ્યા અનુસાર ઇનર આઇસોલેશન સિરીઝ પરના ચિત્રો કરવાની પ્રેરણા મને આ લોકડાઉનમાં એકલતાએ જ આપી છે.લશરૂઆતમાં ગભરામણ જેવું થાય આવા માહોલમાં પણ પછી ખબર પડી કે આ તો મનની ગાંઠ છે.  આપણી અંદર જ સુખ અને દુઃખ આ બધું છે.

અન્ય સમાચારો પણ છે...