તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિત્ર:કોરોના મહામારી બાદ 25 લાખની કિંમતમાં અમદાવાદમાં વેચાયું ચિત્ર

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આર્ટ માર્કેટ ડાઉન છે ત્યારે અમદાવાદના કળા જગત માટે શુભ સંકેતો

કોરોનામાં આર્ટ માર્કેટમાં પડતા પર પાટું મારવા જેવી સ્થિતિ છે. આ સ્થિતિમાં એક પેઈન્ટિંગ 25 લાખમાં વેચાતા આશાનું કિરણ જન્મ્યુ છે. હઠેસિંઘ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં ચિત્રકાર રોહિત ઝવેરીનો આર્ટ શો ‘અનનોન પ્લેનેટ’ ચાલે છે ત્યારે તેમાંનું એક પેઈન્ટિંગ મૂળ ગુજરાતી અને ઈઝરાયેલમાં ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલા મુકેશ પરીખને પસંદ આવતાં તેની 25 લાખમાં ખરીદી કરવાનો રસ દર્શાવ્યો છે.

અમદાવાદનું આર્ટ માર્કેટ કોરોના પહેલાંથી ડાઉન છે ત્યારે આ ગુડ ન્યૂઝ આર્ટિસ્ટને પ્રોત્સાહિત કરે તેવા છે. શરૂઆતથી જ મને ગેલેક્સીમાં અજાણ્યા ગ્રહોમાં જબરો રસ પડે છે. આ ઉપરાંત આર્ટને લઈને હું ખૂબ સારૂ ભવિષ્ય જોઈ રહ્યો છું. અમદાવાદમાં રોહિત ઝવેરીનો આર્ટ શો ચાલે છે તેવા સમાચાર મળતાં મેં વર્ચ્યુઅલી આ શો જોવાનું નક્કી કર્યું. જેમાં મને 25 લાખનું એક ચિત્ર ગમી જતાં લેવાની તૈયારી દર્શાવી. હું કલાનો પણ ચાહક છું અને મારી પાસે લિજેન્ડરી આર્ટિસ્ટનું કલેક્શન છે. જેમાં હવે રોહિત ઝવેરીનું એક ચિત્ર પણ ઉમેરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો