આક્રોશ:અમદાવાદ એરપોર્ટ પર પિકઅપ-ડ્રોપ ટાઈમ 5 મિનિટનો જ કરી દેવાતા વિરોધ

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પાર્કિંગ ટોલ બૂથથી ટર્મિનલ સુધી જઈને પરત આવવામાં જ 7થી 8 મિનિટનો સમય લાગે છે
  • એરાઈવલ એરિયામાં આવતાં વાહનને 5 મિનિટ પણ ફ્રી નહીં મળે

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરતી ખાનગી કંપની અદાણીએ 1 એપ્રિલથી વાહનોના પાર્કિંગ ચાર્જમાં ડબલ વધારો કર્યો છે. તેની સાથે વધુ એક નિર્ણય મુજબ હવે અદાણીએ એરપોર્ટ પર પેસેન્જરો મુકવા કે લેવા આવતા સંબંધીઓ માટે ફ્રી સમય મર્યાદા અગાઉથી 15 મિનિટથી ઘટાડી 5 મિનિટ કરી દીધી છે. બીજી બાજુ રોડ પર તૈયાર થનારા પાર્કિંગ ટોલ બુથથી ટર્મિનલ સુધી જઈને પરત આવવામાં કારને ઓછામાં ઓછા 7થી 8 મિનિટનો સમય લાગે છે.

એરપોર્ટ ઓપરેટર કંપની અદાણીએ બહાર પાડેલા આદેશ મુજબ એરપોર્ટના એરાઈવલ અને ડિપાર્ચર એરિયામાં પેસેન્જરોને લેવા કે મુકવા આવતા તમામ પ્રાઈવેટ અને કોમર્શિયલ વાહનો પાસેથી વસૂલ કરવામાં આવશે. જેમાં ડોમેસ્ટિક ટર્મિનલના ડિપાર્ચર એરિયામાં આવતા વાહનોને ફક્ત 5 મિનિટનો ફ્રી સમય મળશે. એટલે કે એરાઈવલ એરિયામાં આવતા વાહનોને આવી કોઈ સુવિધા નહીં મળે અને તેમને પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે. એજરીતે ઇન્ટરનેશનલ ટર્મિનલના એરાઈવલ અને ડિપાર્ચર એરિયામાં આવતા તમામ વાહનોને 5 મિનિટનો ફ્રી સમય અપાશે. જ્યારે ઓટો સ્ટેન્ડમાં આવતા તમામ રિક્ષાચાલકોએ રૂ.60 ચાર્જ ચૂકવવો પડશે.

5 મિનિટ ફ્રી સમય આપ્યા બાદ કારના 30 મિનિટ માટે 90 રૂપિયા અને 2 કલાક માટે 150 રૂપિયા વસૂલ કરવામાં આવશે. જ્યારે અગાઉ 2 કલાક સુધી પાર્કિંગ પેટે પેસેન્જરો પાસે ફક્ત 80 રૂપિયા વસૂલ થતા હતા. એજરીતે ટુવ્હીલર માટે અગાઉ 20 રૂપિયા વસૂલ કરાતા હતા પરંતુ હવે 30 મિનિટ માટે 30 રૂપિયા અને 2 કલાક માટે 80 રૂપિયા વસૂલ કરવામાં આવશે. આમ કાર પાર્કિંગમાં ડબલનો જ્યારે ટુવ્હીલર પાર્કિંગમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...