લાંચિયો કર્મચારી:ઢોર નહીં પકડવા લાંચ લેતા પકડાયેલા AMCના ઢોર પાર્ટીના PIએ અગાઉ હાઇકોર્ટની બહાર પ્રેમિકા માટે બોમ્બ પ્લાન્ટ કર્યો હતો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી PI એફ.એમ કુરેશીની તસવીર - Divya Bhaskar
આરોપી PI એફ.એમ કુરેશીની તસવીર
  • PIએ ગાયો નહીં પકડવા હપ્તા અને દિવાળી બોનસ પેટે ફરિયાદી પાસે રૂ. 10 હજારની લાંચ માગી હતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર પાર્ટીના પી.આઈ એફ.એમ કુરેશીને ઢોર નહીં પકડવા અને દીવાળી માટે લાંચ માંગતા ACBએ રંગે હાથ ઝડપી લીધો છે. એફ.એમ કુરેશી અગાઉ પણ ગંભીર ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. પ્રેમિકા માટે એફ.એમ કુરેશીએ હાઇકોર્ટના ગેટ પાસે બૉમ્બ પ્લાન્ટ કર્યા હતા. જ્યાં કુરેશી સિક્યુરિટી તરીકે ફરજ બજાવતો હતો. આ ગંભીર ગુનામાં કુરેશીની ધરપકડ થઇ હતી. ત્યાર બાદ ફરી એક વખત કુરેશી કાયદાના રક્ષક હોવા છતાં ગુનાઇત કૃત્ય કરતા ઝડપાયો છે.

અગાઉ પણ વિવાદોમાં સપડાયો એફ.એમ કુરેશી
પોલીસ યુનિફોર્મ મેળવ્યા બાદ તેની માન માટે અનેક પોલીસ જવાનો શહીદ થઈ ગયા, જ્યારે અનેક પોતાના જીવ પર જોખમ લઈને ખાખીની આબરૂ બચાવી છે. પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં એવા કેટલાક લોકો છે જેના કારણે પોલીસની આબરૂ તાર તાર થઈ જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રખડતા ઢોર પકડવાની પી.આઈ તરીકે નોકરી કરતો એફ.એમ કુરેશી અનેક વિવાદોમાં સપડાયો હતો.

પ્રેમિકા માટે હાઇકોર્ટ બહાર બોમ્બ પ્લાન્ટ કર્યો હતો
હાલ તો એસીબીએ કુરેશીને દિવાળીના બહાને લાંચ માંગતા રંગેહાથ ઝડપી લીધો છે. અગાઉ તેની સામે અનેક આક્ષેપ થયા હતા. જેમાં ખાસ કરીને સોલા હાઈકોર્ટેમાં બોમ્બ પ્લાન્ટ કરનાર પણ એફ.એમ કુરેશી હતો. મહિલાના પ્રકરણમાં તેણે હાઇકોર્ટનો સિક્યુરિટી ઇન્ચાર્જ હોવા છતાં ત્યાં બૉમ્બ પ્લાન્ટ કરી દીધા હતાં. સતત કાયદાને હાથમાં લેતા એફ.એમ કુરેશી જેવા પોલીસ અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે.

ફરિયાદી પાસે મહિને 10 હજારની માંગણી કરી હતી
અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરોની મોટી સમસ્યાઓ છે, છતાં કોર્પોરેશનનું CNCD વિભાગ કામગીરી કરતું નથી. માત્ર નામની કામગીરી બતાવવા કેટલીક ગાયો પકડી લે છે. ગાયો નહિ પકડવા માટે ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ હપતા લેતા હોય છે. ભાજપના શાસકો પણ આ બાબત સારી રીતે જાણે છે છતાં તેઓ મૌન રહે છે. જો કે એસીબી પાસે આ બાબતે અનેક ફરિયાદ આવી હતી. એસીબીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા PI એફ.એમ કુરેશી ગાયો નહિ પકડવાની અને કેસ નહીં કરવાના દર મહિને લાંચ પેટે રૂ. 10000/-ની માગણી કરે છે અને જો ન આપે તો કેસ કરવાની ધમકી આપે છે.