કાર્યવાહી:અમદાવાદ સરદારનગરમાંથી દારૂની ફેકટરી પકડાયા બાદ PI અને PSI સસ્પેન્ડ

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ચૂંટણી અધિકારીએ સસ્પેન્ડ કરવાનો આદેશ કરતા કાર્યવાહી

સરદારનગરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે દેશી દારૂ બનાવવાની ફેકટરી પકડી હતી. આ ફેકટરીમાં મહિનામાં 1 લાખ લિટર દેશી દારૂ બનાવીને અમદાવાદના જુદા જુદા બુટલેગરોને સપ્લાય કરવામાં આવતો હતો. આ દારૂની ફેકટરી સરદારનગર પોલીસની મીઠી નજર હેઠળ ચાલતી હોવાનું પૂરવાર થતા ડીજીપી આશિષ ભાટિયાએ સરદાનગર પીઆઈ વી.આર.ચૌધરી અને પીએસઆઈ આર.પી.દરજીને સસ્પેન્ડ કર્યા છે.

છારાનગરમાં ધમધમતી દેશી દારૂની ફેકટરી ઉપર પોલીસે દરોડો પાડયો હતો. ત્યારે ત્યાં 20 ભઠ્ઠીમાં દેશી દારૂ બની રહ્યો હતો. તપાસમાં એવું સામે આવ્યું હતું કે સરદારનગર પીઆઈ વી.આર.ચૌધરી અને કુબેરનગર ચોકીના પીએસઆઈ આર.પી.દરજીની બુટલેગર નવનીત સાથે સાઠગાંઠ હતી. આ અંગે પીઆઈ ચૌધરી અને પીએસઆઈ દરજી સામે પગલા લેવા ચૂંટણી અધિકારીને ફાઇલ મોકલવામાં આવી હતી. જેને મંજૂરી મળતાં ડીજીપીએ બંનેને સસ્પેન્ડ કર્યા છે.

શહેરભરમાં દારૂના ધંધા બંધ કરાવાયા
છેલ્લા 15 દિવસમાં એસએમસીએ અમદાવાદમાંથી દેશી-વિદેશી દારૂની 5 રેડ કરી હતી. જેની ગંભીરતાથી નોંધ લઈને અમદાવાદ પોલીસ કમિશનરે શહેરના તમામ પીઆઈને દેશી- વિદેશી દારૂના ધંધા બંધ કરાવી દેવા કડક સૂચના આપી હતી. જેના ભાગ રૂપે પોલીસે શહેર ભરમાં રેડ પાડીને દેશી - વિદેશી દારૂના ધંધા બંધ કરાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...