તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કુબેરનગર વિસ્તારમાં રહેતી 24 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ લગ્નના 4 દિવસ પહેલા જ વસ્ત્રાપુરની જીંજર હોટલમાં આપઘાત કરી લીધો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે, તાજેતરમાં જ તેની સગાઈ થઈ હતી અને સગાઈથી નાખુશ હોવાથી ઘરેથી હોટેલમાં રહેવા આવી ગઈ હતી અને સોમવારે હોટેલમાં આપઘાત કરી લીધો હતો. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કુબેરનગરમાં શિવસાગર બંગલોઝમાં રહેતી 24 વર્ષીય કાજલ સચદેવ ફિઝિયોથેરાપીસ્ટ હતી. શનિવારે બપોરે 3 વાગે કાજલ ઘરેથી નિકળીને વસ્ત્રાપુર હિમાલયા મોલ પાસે આવેલી જીંજર હોટલમાં આવી હતી. અને બીજા માળે રૂમ નં. 7 માં રોકાઇ હતી. રવિવારે સવારે 8.30 વાગે હોટલના સ્ટાફે દરવાજો ખટખટાવતા કાજલ દરવાજો ખોલતી નહોતી. આથી હોટલના આસિસ્ટન્ટ મેનેજરે અન્ય સ્ટાફને બોલાવી માસ્ટર કી થી દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતા કાજલ પંખે લટકેલી હાલતમાં મળી આવી હતી.
હોટલના સ્ટાફે આ બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ કરતા પોલીસ આવી ગઇ હતી. પોલીસે તપાસ કરતા કાજલ પાસેથી કોઇ સ્યુસાઇડ નોટ મળી આવી નહોતી. વસ્ત્રાપુર પી.આઇ.આર.એમ.સરોદેએ જણાવ્યું હતું કે, કાજલના પિતા ગાંધી રોડ પર કટલરીનો ધંધો કરે છે. કાજલની સગાઇ કરી હતી. અને 26 ફેબ્રુઆરીએ તેના લગ્ન રાખ્યા હતાં. કાજલને સગપણ મંજૂર ના હોવાથી આ પગલું ભર્યુ હતું.
માસ્ટર કી થી દરવાજો ખોલતા કાજલ પંખે લટકેલી હાલતમાં મળી
મળતી માહિતી મુજબ, કુબેરનગર વિસ્તારમાં આવેલા શિવસાગર બંગલોઝમાં કાજલ સચદેવ નામની 24 વર્ષીય યુવતી પરિવાર સાથે રહેતી હતી.કાજલ ફિઝિયોથેરાપિસ્ટ હતી. કાજલ શનિવારે બપોરે ત્રણ વાગ્યે વસ્ત્રાપુરના હિમાલયા મોલ પાસે આવેલી હોટેલ જીંજરમાં રૂમ રાખી રહેવા આવી હતી. દરમ્યાનમાં બીજા દિવસે સવારે હોટેલ સ્ટાફે દરવાજો ખખડાવવા છતાં કાજલે દરવાજો ન ખોલતાં માસ્ટર કી થી દરવાજો ખોલતા કાજલ પંખે લટકેલી હાલતમાં મળી આવી હતી. કાજલની મિત્રને જાણ કરતા હોટલ પર આવી હતી અને પોતાની મિત્ર હોવાની ઓળખ કરી હતી.
યુવતી વર્ક ફ્રોમ હોમ કરતી હતી
બીજી તરફ પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પીઆઇ આર.એમ સરોદેએ જણાવ્યું હતું કે યુવતી ફિઝિયોથેરાપિસ્ટ હતી અને વર્ક ફ્રોમ હોમ કરતી હતી. હોટેલમાં એકલી રોકાવવા માટે આવી હતી. તેની સગાઈ કરી હતી, જે તેને મંજુર ન હોવાથી તેણીએ આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળી છે અને વધુ તપાસ કરવામાં અબી રહી છે. કોઈ સુસાઇડ નોટ મળી નથી.
બહેનપણીને બોલાવી ઓળખ કરાઈ
મૃતક યુવતીના મોબાઇલ નંબરની પોલીસે તપાસ કરી હતી જેમાં તેની બહેનપણીનો મોબાઇલ નંબર મળ્યો હતો. આ નંબર પર પોલીસે ફોન કરી બહેનપણીને હોટેલ ખાતે બોલાવી લીધી હતી. વાસણા વિસ્તારમાં રહેતી બહેનપણી હોટેલે આવી મૃતદેહની ઓળખ કરી હતી અને તે કુબેરનગરના શિવસાગર બગ્લોઝ ખાતે રહેતી હોવાનું જણાવ્યું હતું. આગામી 26 તારીખે યુવતીના લગ્ન હતા અને તે સગાઈથી નાખુશ હોવાને કારણે આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.