પોલીસ ભરતીમાં વરસાદનું વિઘ્ન:ભરુચ અને સુરત-વાવમાં 3 અને 4 ડિસેમ્બરે યોજાનાર શારીરિક કસોટી મોકૂફ, હવે નવી તારીખ જાહેર થશે: હસમુખ પટેલ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે આ મામલે ટ્વીટ કરીને જાણકારી આપી છે

રાજ્યના હવામાન વિભાગ દ્વારા 1લી ડિસેમ્બરથી બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયાળાની સીઝનમાં પણ માવઠાના કારણે પોલીસ ભરતી પર તેની અસર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના કારણે ભરુચ તથા વાવ, સુરત ખાતે 3 અને 4 ડિસેમ્બરે યોજાનારી શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવી હતી. જોકે લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ફરી ટ્વીટ કરી જણાવ્યું છે કે, બધા મેદાનની વરસાદની સમીક્ષા કરી જ્યાં તારીખ ત્રણ અને ચારના રોજ શારીરિક કસોટી થઈ શકે તેમ ન હતી તે ભરૂચ અને વાવ-સુરત તે બે જ મેદાન પર તે બે દિવસ માટે કસોટી મોકૂફ રાખવામાં આવી છે.

અગાઉ હસમુખ પટેલે કરલું ટ્વીટ
અગાઉ લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે આ મામલે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું કે, કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-11, વાવ-સુરત ખાતે પો.સ.ઇ/લોકરક્ષકની તારીખ 3 અને 4 ડિસેમ્બર 2021ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવી છે. ઉમેદવારોને શારીરિક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.

આજે રાજ્યના 96 તાલુકામાં માવઠું
નોંધનીય છે કે, મંગળવારે વચ્ચે મોડી રાત્રે સુરતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિંત થયા છે. નવસારીમાં પણ વરસાદ પડ્યો હતો. એ ઉપરાંત મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારો તથા પંચમહાલમાં પણ દાહોદ અને લીમડી સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 96 તાલુકાઓમાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથ જિલ્લાના ઉના તથા સુરતના ઉમરપાડામાં ખાબક્યો છે.