LRD ઉમેદવારો ધ્યાન આપજો:વાયબ્રન્ટ સમિટના કારણે ગાંધીનગર મેદાન પર 11, 12 અને 13 જાન્યુઆરીએ યોજાનાર શારીરિક કસોટી મોકુફ રખાઈ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મોકુફ રાખેલી પરીક્ષા આગામી 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે

રાજ્યભરમાં હાલમાં પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી ચાલી રહી છે. જેમાં ગાંધીનગરના મેદાન પર આગામી 10, 11 અને 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી LRD ઉમેદવારોની શારીરિક કસોટીને વાયબ્રન્ટ સમિટના કારણે મોકૂફ રાખવામાં આવી છે. આ ઉમેદવારોની શારીરિક કસોટી હવે 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે આ મેદાન પર યોજાશે. હસમુખ પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.

વાયબ્રન્ટ સમિટના કારણે પરીક્ષા મોકૂફ
લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને ધ્યાનમાં રાખી તા. 10, 11 અને 12 જાન્યુઆરી 2022ના રોજ ગાંધીનગર મેદાન ખાતેની શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલી છે. આ તારીખોની શારીરીક કસોટી અનુક્રમે તારીખ 31 જાન્યુઆરી, 1 તથા ૨ ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે. તથા અન્ય 14 મેદાન ઉપરની શારીરિક કસોટી યથાવત રહેશે.

આ 15 મેદાન પર પરીક્ષા યોજાઈ રહી છે
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ગોંડલ, સોરઠ, રાજકોટ શહેર, ઉત્તર ગુજરાતમાં પોલીસ હેડક્વાર્ટર બનાસકાંઠા, પાટણ હેમચંદ્રાચાર્ય ગ્રાઉન્ડ, ગાંધીનગર જૂથ 12 ગ્રાઉન્ડ, વાવ જૂથ 11 ગ્રાઉન્ડ, મહેસાણા પોલીસ હેડક્વાર્ટર અને સાબરકાંઠા પોલીસ હેડક્વાર્ટર, મધ્ય ગુજરાતમાં નડિયાદ જૂથ 7, ખેડા- નડિયાદ પોલીસ હેડક્વાર્ટર, જૂથ 5 ગોધરા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં દોડની પરીક્ષા લેવાઈ રહી છે.

LRD ઉમેદવારોની પરીક્ષા ચાલી રહી છે
રાજ્યમાં 3 ડિસેમ્બરથી પોલીસ ભરતીની શારીરિક કસોટી શરૂ થઈ હતી, જેમાં 24 ડિસેમ્બર સુધી PSI અને LRD બંને ભરતી માટે ફોર્મ ભરનારા ઉમેદવારોની સાથે પરીક્ષા લેવાઈ હતી. આ બાદ 25મી ડિસેમ્બરથી માત્ર LRDની ભરતીનું ફોર્મ ભરનારા ઉમેદવારોની કસોટી ચાલી રહી છે.