ગુજરાત:અમદાવાદ મેટ્રો રેલની ફેઝ-1ની 6.5 કિમીની અપ-ડાઉન બે જોડિયા ટનલ તૈયાર, રૂપાણીએ ટ્વિટ કરી ઐતિહાસિક સિદ્ધિ ગણાવી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીમાં વતન વાપસી કરેલા ઓડિશાના શ્રમિકોને હવાઈમાર્ગે લાવીને ટનલનું કામ પૂર્ણ કરાયું
  • જમીનની સપાટીથી સરેરાશ 18 મીટર ભૂગર્ભમાં ખાસ પ્રકારની ઇજેનેરી કૌશલ્ય ધરાવતી ટનલ ભારતીય કંપનીઓએ તૈયાર કરી
  • ગાંધીનગરથી મુખ્યમંત્રી ડેશબોર્ડ દ્વારા અમદાવાદ મેટ્રો ટનલનું સતત મોનિટરિંગ કરાય છે

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1 પૈકી 6.5 કિ.મી.ની લંબાઇ ધરાવતી એપરેલ પાર્કથી શાહપુર – સાબરમતી નદી પહેલા સુધીની 5.8 વ્યાસની એક અપલાઇન અને એક ડાઉન લાઇનની એમ જોડીયા ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ સિદ્ધિ બદલ ટ્વિટ કરીને ભારતીય ઇજનેરી કૌશલ્યને બિરદાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ડેશબોર્ડના માધ્યમથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ – ટનલનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

ટનલનું કામ ખાસ મશીનરીની મદદથી પૂર્ણ કરાયું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે પણ લોકડાઉન સમયે આ અત્યંત વિશિષ્ટ પ્રકારની ઇજનેરી કૌશલ્ય ધરાવતી ભૂગર્ભ ટનલનું ભારતીય ઇજનેરો અને ભારતીય કંપની દ્વારા ખાસ મશીનરીનું ખાસ ઉપયોગ કરીને પૂર્ણ કરવામાં આવ્યું છે તે ગુજરાત માટે ઇજનેરી ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ સમાન છે.. ઈજનેરોને મુખ્યમંત્રીએ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યાવર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની ઓળખ ધરાવતા અમદાવાદ શહેરના ગીચ વિસ્તારમાં આ કામગીરી સફળતા પૂર્વક પૂર્ણ કરાઇ છે તે બદલ ઇજનેરોને અભિનંદન આપતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ ટનલની સરેરાશ ઉંડાઇ જમીનની સપાટીથી 18 મીટર નીચે છે અને આ કામમાં 3.3 લાખ ઘન મીટર માટી, 52,300 ઘનમીટર ક્રોંકિટ, આશરે 2 લાખ મનુષ્ય દિવસ અને 4 હજાર ક્રોંકિટ રિંગ સહાયક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યા છે.

ટનલ બનાવવા ચાર ટનલ બોરિંગ મશીનોનો ઉપયોગ કરાયો
તેમણે કહ્યું હતું કે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી 40 કિ.મી.ની અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1ના પૈકી 6.5 કિ.મી. લંબાઇની આ વિશિષ્ટ પ્રકારની ટનલ તૈયાર કરવા આધુનિક ચાર ટનલ બોરિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટનલનું કામ ઝડપી પૂર્ણ કરવા કોરોનાના કારણે પોતાના વતન ગયેલા વિશેષ કૌશલ્ય ધરાવતા ઓડિશાના શ્રમિકોને હવાઇ માર્ગે પરત લાવીને તેમની મદદથી આ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...