ભાવવધારો:અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 100ની નજીક, CNGમાં રૂ.4નો વધારો; ચાર દિવસમાં જ પેટ્રોલના ભાવમાં 1.29નો વધારો ઝીંકાયો

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામાન્ય માણસને સતત પરેશાન કરી રહી છે. શહેરમાં બુધવારે પેટ્રોલનો ભાવ રૂ.100ની નજીક એટલે રૂ.99.75એ પહોંચી ગયો છે. બુધવારે પેટ્રોલના ભાવમાં લિટરે 29 પૈસાનો અને ડીઝલમાં 39 પૈસાનો વધારો થયો હતો. ડીઝલનો પ્રતિ લિટર ભાવ પણ 98.53 થયો છે.

ઇન્ડિયન ઓઇલ, ભારતીય પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કંપનીમાં પેટ્રોલના ભાવ હવે 100ની નજીક સરકી રહ્યા છે. સીએનજીના ભાવમાં પણ રૂ.4નો વધારો થયો છે. ઉલ્લેખનીય છેકે, શહેરમાં અન્ય પેટ્રોલ પંપ જેવા કે શેલમાં તો પેટ્રોલના ભાવ ક્યારનાય 100ને પાર કરી ગયા છે. જ્યારે રિલાયન્સ પેટ્રોલ પંપ પર પણ પેટ્રોલના ભાવ રૂ.100ના ભાવથી માત્ર 2 પૈસા જ દૂર છે. ત્યારે શહેરમાં પેટ્રોલનો ભાવ છેલ્લા લાંબા સમયથી 97થી 98 વચ્ચે રહેવાને કારણે લોકો મોંઘવારીમાં ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તેવા સમયે શહેરમાં હવે પેટ્રોલના ભાવ ગમે ત્યારે 100ના જાદુઇ આંકડાને પણ પાર કરી જાય તેવી શક્યતા છે. શહેરમાં ડીઝલનો ભાવ પણ 98.53 આસપાસ પહોંચ્યો છે. પેટ્રોલ સાથે ડીઝલનો ભાવ પણ 100 સુધી પહોંચવાની શક્યતા છે. શહેરમાં 30 સપ્ટેમ્બર બાદ પેટ્રોલના ભાવમાં રૂ. 1.29નો વધારો નોંધાયો છે.

CNGમાં ચાર દિવસમાં ત્રણ રૂપિયા વધ્યા
સીએનજીમાં પણ ચાર દિવસમાં રૂ.3નો વધારો થતાં ભાવ રૂ.59.60 થયો છે. 2 ઓક્ટોબરે સીએનજીના ભાવમાં 2.56 પૈસાનો વધારો થયો હતો. જ્યારે 6 ઓક્ટોબરે ફરી 1 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે રિક્ષાચાલકોએ ભાડાંમાં વધારો કરવા માટે માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...