વાહનધારકોની દિવાળી સુધરી:ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100ની નીચે, જાણો રાજ્યના 4 મોટા શહેરમાં કેટલો ભાવ ઘટ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • હવે ગુજરાતમાં પેટ્રોલ 95.11 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.09 રૂપિયા પ્રતિ લીટરે મળશે

મોંઘવારીનો માર વચ્ચે સામાન્ય લોકોને દિવાળીની પૂર્વસંધ્યાએ મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે દિવાળીના આગલા દિવસે જ પેટ્રોલમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લિટર 10 રૂપિયા એક્સાઇડ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. એ પછી ગઈકાલે મોડી રાત્રે ગુજરાત સરકારે પણ પેટ્રોલ પર વેટનો દર ઘટાડીને 13.7 રૂપિયા અને ડીઝલ પર વેટનો દર ઘટાડીને 14.9 રૂપિયા કર્યો હતો. એટલે કે હવે ગુજરાતમાં પેટ્રોલ 95.11 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.09 રૂપિયા પ્રતિ લીટરે મળશે. તો આવો જાણીએ રાજ્યના 4 મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેટલો ઘટાડો થયો છે.

4 શહેરના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
ગઈકાલ સુધીમાં અમદાવાદમાં પેટ્રોલ 106.63 રૂપિયા પ્રતિ લીટરમાં મળતું હતું જ્યારે ડીઝલ 106.10 રૂપિયા પ્રતિ લીટર હતું. જોકે કેન્દ્ર અને રાજ્ય સરકારની જાહેરાત બાદ અમદાવાદીઓની દિવાળી સુધરી ગઈ છે. આજથી અમદાવાદમાં પેટ્રોલ 95.11 અને ડીઝલ 89.12 રૂપિયામાં મળશે. આજ રીતે સુરતમાં હવે પેટ્રોલ રૂ.95.01 અને ડીઝલ રૂ. 89.01માં મળશે. રાજકોટમાં પેટ્રોલ રૂ.94.89 અને ડીઝલ રૂ.88.89માં મળશે. ત્યારે વડોદરામાં પણ મોટો ઘટાડો થયો છે. વડોદરામાં હવે પેટ્રોલ રૂ.94.78 અને ડીઝલ રૂ.88.77માં મળશે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

ગુજરાતમાં પેટ્રોલ પર 20.1 ટકા તથા ડીઝલમાં 20.2 ટકા જેટલો વેટ
ગુજરાતમાં પેટ્રોલના વેચાણ પર 20.1 ટકા તથા ડીઝલમાં 20.2 ટકા જેટલો વેટ હતો, જ્યારે બન્ને પર ચાર ટકાનો સેસ લાગુ પડે છે. રાજ્યમાં ડીઝલનો વપરાશ વધુ હોવાથી સરકારને વેટ પેટે પેટ્રોલ કરતાં ડીઝલના વેચાણમાંથી આવક વધારે મળે છે. પ્રતિ વર્ષ બન્ને ઇંધણ પેટે સરકારને 10 હજારથી 12 હજાર કરોડ કરતાં વધુ કમાણી થાય છે. એ જોતાં પાંચ વર્ષની સરેરાશ 60 હજાર કરોડ જેટલી થવા જાય છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

સરકારને 5 વર્ષમાં પેટ્રોલ-ડીઝલને કારણે 60,000 કરોડનો ફાયદો
પેટ્રોલ અને ડીઝલ પર વેલ્યુ એડેડ ટેક્સ (VAT) લાગુ હોવાથી સરકારની આવકમાં મોટો વધારો થયો હતો. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારને પેટ્રોલ અને ડીઝલના વેટ પેટે અંદાજે 60 હજાર કરોડની આવક મળી છે. ગુજરાત સરકારને 2018-19ના વર્ષમાં સરકારને પેટ્રોલના વેચાણમાંથી 3919.76 કરોડ રૂપિયાનો ટેક્સ મળ્યો હતો, જ્યારે ડીઝલના વેચાણથી 8743.58 કરોડ રૂપિયાની આવક થઇ છે. એવી જ રીતે 2019-20ના વર્ષમાં સરકારને પેટ્રોલના વેચાણથી 4462.30 કરોડની આવક થઇ હતી, જ્યારે ડીઝલના વેચાણથી વિક્રમી 9776.68 કરોડ રૂપિયાનો વેટ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...