• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Petitions Challenging The Ban On Alcohol On The Basis Of Right To Privacy Can Stand Before The High Court, The Advocate General Dismissed The Primary Objection Raised.

દારૂબંધી મામલે વિવાદ:ગુજરાત સરકારે કહ્યું, ‘હાઈકોર્ટ દારૂબંધી પર સુનાવણી ના કરી શકે’, ચીફ જસ્ટિસે કહ્યું - અમારી પાસે બધી સત્તા, 12 ઓક્ટોબરની સુનાવણીમાં જોઈ લઈશું

અમદાવાદ3 મહિનો પહેલા
  • લોકો ઘરે શું ખાશે અને શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારનો અધિકાર નથીઃ અરજદાર
  • હાઈકોર્ટે કહ્યું- રાઈટ ટુ પ્રાઈવસીના આધાર પર દારૂબંધીને ફટકારતી અરજી ટકી શકે, સરકારને ઝટકો
  • અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે એવી એડવોકેટ જનરલની રજુઆત હાઇકોર્ટે નકારી.

ઘરમાં બેસીને દારૂ પીવાની મંજૂરી માંગતી અરજી પર ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો છે. દારૂબંધીના કાયદાને પડકારતી અરજી સાંભળવાની સત્તા અમારી પાસે છે અને સત્તાનો ઉપયોગ 12મી ઓકટોબરથી શરૂ કરીશું.ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠે ચુકાદો આપતા ઉકત અવલોકન કર્યુ હતુ. કોર્ટ ચુકાદો આપે તે પહેલાં એડવોકેટ જનરલે ચીફ જસ્ટિસ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, અમે તમારી પાસેથી હકારાત્મક જવાબની અપેક્ષા રાખીએ છીએ. ચીફ જસ્ટિસે એવી દલીલ કરી હતી કે અમે હકારાત્મક જ છીએ પરતું અરજદારો તરફે હકારાત્મક છીએ. અરજી ટકવાપાત્ર અને હાઇકોર્ટ દ્વારા જ ચલાવવા પાત્ર હોવાથી અમને મળેલી સત્તાનો ઉપયોગ કરીશું.

દારૂબંધીના કાયદાના વિરોધમાં હાઇકોર્ટમાં સંજય પરીખ સહિત 7 અરજદારોએ અરજીઓ કરી છે.જેનો સરકાર તરફે એડવોકેટ જનરલે વિરોધ કર્યો હતો અને હાઇકોર્ટ પાસે આ કેસ સાંભળવાની સત્તા નહી હોવાની દલીલ કરી હતી.તેને સાંભળવાની સત્તા માત્ર સુપ્રીમકોર્ટ પાસે છે.ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠે અરજદારોની અરજી ગ્રાહ્ય રાખીને કેસને મેરીટ પર સાંભળવા માટે 20 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી હતી. સરકારે તેના માટે વધુ સમયની માંગણી કરી હતી. એડવોકેટ જનરલે સરકારમાં ઉચ્ચ સ્તરીય ચર્ચા માટે વધુ સમયની જરૂર હોવાથી વધુ સમયની માગણી કરી હતી. ખંડપીઠે 12મી ઓકટોબર પર કેસની સુનાવણી શરૂ કરવા આદેશ કર્યો છે.

સરકારે સુપ્રીમકોર્ટમાં જવા માટે કોર્ટ પાસે સમય માગ્યો?
એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ખંડપીઠ સમક્ષ વધુ સમયની માંગણી કરતા એવો અણસાર આપ્યો હતો કે, કેસની આખરી સુનાવણી કરતા પહેલાં સરકારના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે ચર્ચા કરવાની હોવાથી થોડા વધુ સમયની જરૂર છે. હાઇકોર્ટે અરજી ટકવાપાત્ર હોવાનો ચુકાદો આપતા સરકાર સુપ્રીમકોર્ટમાં જઇ શકે છે.ચીફ જસ્ટિસે સરકારને ટકોર કરી હતી કે તમને કોણ રોકે છે? સુપ્રીમકોર્ટમાં જવાનો તમને અધિકાર છે.

એડવોકેટે કહ્યું દરેક માણસને પોતાની આઝાદીનો અધિકાર છે
એડવોકેટ દેવેન પરીખ એ જણાવ્યું કે દરેક માણસને પોતાની આઝાદીનો અધિકાર છે. જેમાં તે શું ખાય શુ પીવે અને જો ઘરમાં બેસીને બીજાને અડચણરૂપ ન થાય તે રીતે દારૂ પીવાની છૂટ હોવી જોઈએ એવું અરજદાર માને છે. હવે આજના હાઇકોર્ટેના હુકમની વાત કરીએ તો હાઈકોર્ટે જે રીતે આ અરજી ટકવાપત્ર રાખી છે એટલે એ જોતાં સ્પષ્ટ લાગે છે કે હાઇકોર્ટેને પણ આ બાબતે કઈ યોગ્ય લાગ્યું હશે. સરકારનો વાંધો રદ કરતા હાઇકોર્ટેને એ પણ લાગ્યું હશે કે આ મુદ્દો બીજા જુના મુદ્દા કરતા અલગ છે.

દારૂબંધીના કાયદામાં શું પડકાર છે?
ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી ગાંધીજીને અનુસરીને દારૂબંધી દાખલ કરવામાં આવી છે. સમયાંતરે આ માટે વિવાદ ઊભા થતાં રહે છે. પહેલીવાર આ બાબત હાઈકોર્ટ સુધી પહોંચી છે. ગુજરાત પ્રોહિબીશન એકટ,1949 હેઠળ બે મુદ્દાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા છે. જેમાં એવી રજૂઆત કરી છે કે રાઇટ ટુ પ્રાઇવસી એ મૂળભૂત અધિકાર નથી.પ્રોહિબીશનના બલસારા કેસને ટાંકીને ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ આપવી જોઇએ.

અગાઉની સુનાવણીમાં હાઈકોર્ટે શું કહ્યું હતું?
અરજદારે રજૂઆત કરી કે, ડ્રાઇવરે દારૂ પીધો હોય તો સરકાર કાર્યવાહી કરે પરંતુ આ પ્રકારની રોક વ્યાજબી નથી. પહેલાંની સુનાવણી વખતે હાઇકોર્ટના ચીફ જસ્ટિસના વડપણ હેઠળની બેંચે પૂછ્યું હતું કે, દારૂ પીધા પછી વ્યક્તિને તેની અસર કેટલો સમય રહેતી હોય છે? વ્યક્તિ કેટલો સમય નશામાં રહેશે એ સરકારે ક્યાંય જાહેર કર્યું છે ખરું? દારૂબંધી લાગુ કરવા પાછળનું કારણ શું તે કાયદાના વ્યાપ કે હેતુમાં ક્યાંય લખેલું છે ખરું?

દારૂબંધીનો હેતુ કાયદામાં ક્યાંય જાહેર કરાયો નથી: અરજદાર
અરજદારોએ રજૂઆત કરી હતી કે, દારૂબંધીનો હેતુ કાયદામાં ક્યાંય જાહેર કરાયો નથી. તેના જવાબમાં એડવોકેટ જનરલે કહ્યું હતું કે, જાહેર આરોગ્યની ચિંતા કરીને દારૂબંધી લાગુ કરવાનો હેતુ હતો. અરજદારોની રજૂઆત હતી કે, બંધારણ સભાની ચર્ચામાં પણ દારૂબંધી મુદ્દે સભ્યોમાં મતમતાંતર હતા. બંધારણ સભાએ પણ પ્રોહીબિશન લાગુ કરવું કે નહીં એનો નિર્ણય રાજ્યો પર છોડ્યો હતો. દારૂબંધીના કાયદાને ઘણી જોગવાઈઓ મુદ્દે બોમ્બે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટે કોઈ નિર્ણય લીધા નથી તેવામાં આ હાઇકોર્ટને સત્તા છે કે આ મુદ્દા ઉપર નિર્ણય લે એવી પણ અરજદારોની રજૂઆત હતી.

દર વર્ષે 66 હજાર લોકો પાસે જ પરમીટ ઉપલબ્ધ હોય છે
અગાઉની સુનાવણીમાં એડવોકેટ જનરલે દારુબંધીના કાયદાને પડકારતી અરજીની સુનાવણીમાં રજૂઆત કરી હતી કે, રાજ્યમાં 6.75 કરોડની વસ્તીમાં માત્ર 21 હજાર લોકોને જ હેલ્થ પરમીટ આપવામાં આવી છે. વિઝીટર અને ટુરિસ્ટ પરમીટ જેવી ટેમ્પરરી પરમીટ થઈને પણ રાજ્યમાં દર વર્ષે માત્ર 66 હજાર લોકો પાસે જ પરમીટ ઉપલબ્ધ હોય છે. તેમણે રાજ્યમાં 71 વર્ષથી દારુબંધીનો કાયદો અમલમાં હોવાની પણ રજૂઆત કરી હતી. તે ઉપરાંત મહાત્મા ગાંધીના અહિંસા અને નશામુક્તિના સુત્રોને સાર્થક કરવાનો પ્રયાસ છે એવી પણ રજૂઆત કરી હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી યોગ્ય, દારૂબંધીના કાયદાનો ભંગ કરીને વ્યક્તિ પોતાના ઘરે બેસીને દારૂ પીવે તે પણ ચલાવી લેવાય નહીં.