પિટિશન:ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સની ચૂંટણી મોકૂફ રાખવા હાઇકોર્ટમાં અરજી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સની ચૂંટણી મોકૂફ રાખવા હાઇકોર્ટમાં પિટિશન કરાઇ છે. ચેમ્બર્સના સભ્ય અમિત શાહે કોર્ટમાં અરજી કરીને એવી રજૂઆત કરી છે કે, કોરોના કાળમાં ચૂંટણી યોજાશે તો સંક્રમણ વધવાની શકયતા છે. કલેક્ટર સમક્ષ અગાઉ રજૂઆત કરીને ચૂંટણી મોકૂફ રાખવા માગણી કરી છે.

સહકારી મંડળીઓ અને સંસ્થાની ચૂંટણીઓ 31 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે પરતું ચેમ્બરની ચૂંટણીમાં 33 જિલ્લામાંથી મતદારો આવવાના હોવા છતાં ચેમ્બરના હોદ્દેદારો ચૂંટણી યોજવા માગે છે. સુનાવણી સોમવારે હાથ ધરાશે. અરજીમાં રજૂઆત કરી છે કે,ચૂંટણીથી કોરોનાનું સંક્રમણ વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...