આંબાવાડી હત્યા કેસ:પુત્રની હત્યા બાદ અંતિમવિધિમાં હાજર રહેવા માટે જેલમાં રહેલા પિતાની અરજી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજીમાં કહ્યું,‘અમારું કોઈ સંબંધી નથી, તેથી દીકરાના અંતિમ સંસ્કાર કરવાનો મને હક છે’

દારૂડિયા પુત્રની હત્યા કરનારા પિતા નીલેશ જોશીએ પુત્રની અંતિમવિધિમાં હાજર રહેવા કોર્ટમાં અરજી કરી છે. નીલેશ જોશીના રિમાન્ડ બુધવારે પૂરા થયા ન હતા, જ્યારે પોલીસે પણ વધુ રિમાન્ડ માટે અરજી કરી ન હતી.

નીલેશ જોશીએ અરજીમાં રજૂઆત કરી કે, તે બનાસકાંઠાના વતની છે. પુત્રનો મૃતદેહ સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં છે. તેમના કોઈ સંબંધી અમદાવાદમાં રહેતા નથી. દીકરી વધુ અભ્યાસ માટે જર્મનીમાં રહે છે. તેથી દીકરાની અંતિમવિધિ તેમના હાથ કરવી પડશે. કોર્ટે આ અંગે વધુ સુનાવણી ગુરુવારે મુકરર કરી છે.

બુધવારે નીલેશ જોશીના રિમાન્ડ પૂરા થતાં પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, પરંતુુ વધુ રિમાન્ડની માગણી ન કરતા તેમને જેલ મોકલવા હુકમ કરાયો હતો. જોકે નીલેશ જોશીએ કોર્ટને કહ્યું હતું કે, તેના દીકરાનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે, તેની લાશના ટુકડાને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા છે. અમે ડીસાના હોવાથી અહીં અમારા કોઈ સંબંધી નથી, તેથી દીકરાના અંતિમ સંસ્કારનો મને હક છે. માનવતાના ધોરણે પણ પોલીસ જાપ્તા સાથે તેની અંતિમવિધિ કરવા મંજૂરી આપવી જોઈએ. કોર્ટે આ અરજી પર સુનાવણી ગુરુવારે મુકરર કરી છે.

અન્ય સમાચારો પણ છે...