ગુજરાતી સિંગર દેવાયત ખાવડને સોશિયલ મીડિયા પર ધમકી આપવાના કેસમાં પોલીસ ફરિયાદ નહિ લેતી હોવા મામલે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે.અરજીમાં એવી રજૂઆત કરાઈ છે કે અરજદાર પ્રતિષ્ઠિત ગાયક છે. તેઓ દેશ -વિદેશમાં કાર્યક્રમ કરે છે. તેમને સોશિયલ મીડિયામાં અજાણી વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. તેમની શાખને નુકશાન થાય તેવી કોમેન્ટ સોશિયલ મીડિયામાં કરે છે. બદનક્ષી થાય તેવા વાક્યો ઉચ્ચારવામાં આવે છે. સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવા છતાં ફરિયાદ નોંધતા નથી.
દેવાયત ખાવડે કરેલી અરજીમાં એવી પણ રજૂઆત કરાઈ છે કે, ઈન્સ્ટાગ્રામ પર જીત રોહિત દસાડિયા નામના વ્યક્તિ ફેસબુક પર અને ઈન્સ્ટાગ્રામમાં લાઈવ થઈને અરજદાર વિશે અશોભનીય અને અંગત જીવન વિશે જાહેરમાં અગમ્ય કોમેન્ટ કરે છે. એટલું જ નહિ વીડિયો બનાવીને દેવાયત ખાવડને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. રાજકોટ પોલીસ અને સાઇબર ક્રાઇમ દ્વારા ફરિયાદ લેવાતી નથી. દેવાયત તરફથી એડવોકેટ ઉત્કર્ષ દવેએ એવી દલીલ કરી હતી કે, જીત સતત જાનથી મારી નાખવાની ધમકી આપી, અંગત જીવન વિશે અયોગ્ય ભાષા પ્રયોગ કરે છે. પોલીસ જીત દસાયાની સામે કોઈ પગલાં ભરતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.