સામુહિક ઇચ્છામૃત્યુની માગ:‘100 પરિવારના 600 લોકોને સામુહિક ઈચ્છામૃત્યુની પરવાનગી આપો’ અરજદારની હાઈકોર્ટ સમક્ષ અરજી

2 મહિનો પહેલા
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • ગોસાબારાનો મુસ્લિમ સમાજ 100 વર્ષથી માછીમારી સાથે સંકળાયેલો
  • મુસ્લિમ સમાજને માછીમારીના લાયન્સ મેળવવામાં મુશ્કેલી પડે છે
  • આગેવાન દ્વારા 600 લોકોને અન્યાય થતો હોવાનું કહી સામુહિક મોત માગ્યું

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ 100 જેટલા પરિવારે એકસાથે સામુહિક ઈચ્છામૃત્યુ માટેની અરજી કરી છે. ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજના આગેવાન દ્વારા સમાજના પ્રતિનિધિ દ્વારા તેમના સમાજના 600 વ્યક્તિઓને સરકાર તરફથી અન્યાય થતો હોવાથી ‘સામુહિક ઇચ્છામૃત્યુ’ની મંજૂરી આપવા રજૂઆત કરી છે.

હિન્દુ-મુસ્લિમ માછીમારો વચ્ચે ભેદભાવ થતો હોવાની દલીલ
હાઇકોર્ટ સમક્ષ કરાયેલી આ અરજીમાં સરકાર હિન્દુ અને મુસ્લિમ માછીમારો વચ્ચે ભેદભાવ રાખી રહી છે અને પર્યાપ્ત માત્રામાં સુવિધા ન આપતી હોવાની દલીલ કરવામાં આવી છે. આ મામલે આવનાર દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

પોરબંદરના મુસ્લિમ સમાજ વતી અરજી દાખલ કરાઈ
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પોરબંદર જિલ્લાના 'ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજ' અગ્રણીઅલ્લારખ્ખા ઇસ્માઇલભાઇ થીમ્મર દ્વારા એક મહત્વપૂર્ણ બાબતને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. અરજદાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ માંગ કરાઇ છે કે, એકીસાથે એટલે કે સામુહિક રીતે 600 લોકોને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવામાં આવે.

100 વર્ષથી માછીમારી સાથે મુસ્લિમ સમાજ જોડાયેલો હોવાની રજૂઆત
ઈચ્છા મૃત્યુ માટેનું કારણ આગળ ધરતા રજૂઆત કરાઈ છે કે, પાછલા 100 વર્ષથી મુસ્લિમ સમાજના લોકો ગોસાબારા ખાતે માછીમારીના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. માછીમારી માટે લાયસન્સ મેળવવા માટે પણ તેમને અનેક મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે. જાણી જોઈને આ માછીમારોને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. સરકારી તંત્ર તેમને બોટ પાર્કિંગ સહિતની સુવિધાઓ નથી આપી રહી'.

અન્ય સમાચારો પણ છે...