સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન ફી વધશે:20 ટકાનો વધારો કરવાની સ્કૂલોની પેરવી; પેટ્રોલ-ડીઝલ, CNGના ભાવ વધ્યા હોવાનું કારણ આગળ ધર્યું

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ખર્ચમાં થયેલા વધારાનો બોજ વાલીઓ પાસેથી વસૂલ કરાશે

ધો.1થી5ની સ્કૂલો ઓફલાઇન શરૂ થયા બાદ વાલીઓ માટે બાળકને સ્કૂલે મુકવા-લેવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની છે. વાલીઓ પર આર્થિક બોજ વધી શકે છે. સ્કૂલ સંચાલકો ટ્રાન્સપોર્ટેશન ફીમાં 20 ટકા સુધીનો વધારો કરી શકે છે. જ્યારે સ્કૂલ વર્ધી એસોસિએશન ભાડાંમાં કેટલો વધારો કરવો તે અંગે બેઠક બાદ જાહેરાત કરશે. પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો થતાં સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન અને રિક્ષા ભાડામાં પણ ‌વધારો થશે. જેથી વાલીઓ પર આર્થિક બોજો વધશે.

સ્કૂલો શરૂ થતા હવે સંચાલકો ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી પણ શરૂ કરશે. પરંતુ કોરોનામાં સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી તે તમામ ખર્ચ હવે વસૂલી શકે છે. સ્કૂલ સંચાલકો અનુસાર, હાલમાં સ્કૂલ સંચાલકોને બસ માટે ડ્રાઇવર મળતા નથી. ઉપરાંત ઘણાં સમયથી બસ પડી રહી હોવાથી બેટરીથી લઇને ઘણી બાબતોનો ખર્ચ થયો છે. જેથી હવે તે તમામ ખર્ચ વાલીઓ પાસેથી વસૂલાશે. ફરજિયાત રીતે સ્કૂલ સંચાલકોએ ટ્રાન્સપોર્ટેશન ફીમાં વધારો કરવો પડશે. આ વધારો માત્ર સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનમાં નહીં, પરંતુ ખાનગી સ્કૂલવર્ધીના વાહનો પણ કરશે.

સ્કૂલવર્ધી વાહનો બે દિવસમાં નિર્ણય લેશે
પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો થયો છે. તેથી સ્કૂલ વર્ધીમાં જે ગાડીઓ ચાલે છે, તેના ભાડામાં વધારો થશે.વર્ધીના ભાડામાં કેટલો વધારો કરવો તેનો અંતિમ નિર્ણય બે દિવસ બાદ મળનારી મીટિંગ બાદ નક્કી થશે. > ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ, પ્રમુખ-સ્કૂલ વર્ધી રિક્ષા એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...