તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરતી રાહત:લગ્ન કરવાની છૂટ, પણ વરઘોડો કાઢી શકાશે નહીં: ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં લગ્ન અને સત્કાર સમારોહ યોજવા માટે પોલીસની મંજૂરીની જરૂર છે તેવી ગેરસમજ લોકોમાં ફેલાતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, લગ્ન અને સત્કાર સમારોહ યોજવા માટે પોલીસની મંજૂરી લેવાની કોઇ જરૂરિયાત નથી, શરતોને આધિન લગ્ન યોજી શકાય છે.

વધમાં જાડેજાએ જણાવ્યું કે, લગ્ન કે સત્કાર સમારોહ પોલીસની મંજૂરી વગર યોજી શકાશે. શરત એ છે કે, લગ્ન કે સત્કાર સમારોહમાં સ્થળની 50 ટકા કે તેનાથી ઓછા અને વધુમાં વધુ 100 વ્યક્તિને હાજર રાખી શકાશે. ઉપરાંત લગ્નમાં વરઘોડા જેવી જાહેર રોડ પર થતી વિધિ પર પણ પ્રતિબંધ છે.

રાજ્યના જે મહાનગરોમાં કર્ફ્યૂનો અમલ છે તે મહાનગરોમાં કર્ફ્યૂ દરમિયાન લગ્ન કે સત્કાર સમારોહ યોજી શકાશે નહીં. લગ્ન અને સત્કાર સમારોહમાં કોવિડ-19ની માર્ગદર્શિકાને લઇને 6 ફૂટનું અંતર રાખીને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશનની પણ વ્યવસ્થા જાળવવાની રહેશે તેમ અંતમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...