દિવ્ય ભાસ્કર ફેક્ટ ચેક:લગ્ન સમારંભની પરમિશન માત્ર સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી જ લેવાની રહેશે, કલેક્ટર ઓફિસમાંથી કોઈ પરવાનગી આપવામાં આવતી નથી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઈરલ તસવીરમાં કલેક્ટર કચેરીએ ભીડ ખોટી, અમદાવાદ કલેક્ટર કચેરીએ કોઈ જ જાતની ભીડ નથી ઉમટતી - Divya Bhaskar
વાઈરલ તસવીરમાં કલેક્ટર કચેરીએ ભીડ ખોટી, અમદાવાદ કલેક્ટર કચેરીએ કોઈ જ જાતની ભીડ નથી ઉમટતી
  • સોશિયલ મીડિયામાં લગ્નની કંકોતરી ભગવાનને ધરતાં પહેલા કલેક્ટરને ધરવી પડતી હોવાનો ખોટો મેસેજ વાઇરલ

રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધતાં સરકાર દ્વારા અમદાવાદમાં બે દિવસ કર્ફ્યૂ જાહેર કર્યો હતો. ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં મૂક્યો છે અને લગ્ન સમારંભ માટે પરમિશન જરૂરી કરી છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના કાબુમાં લેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજ ફરતાં થયા છે કે, લગ્નની કંકોતરી બતાવી કલેક્ટરમાંથી પરમિશન લેવાની રહેશે. આ બાબતે DivyaBhaskarએ અમદાવાદ કલેક્ટર ઓફિસમાં લગ્નની પરમિશન માટે તપાસ કરી તો કલેક્ટર ઓફિસમાંથી કોઈ જ પ્રકારની પરવાનગી આપવામાં ન આવતી હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો, લગ્નની વિધિ રાત્રે 9થી પહેલાં કરી લો, 100થી વધુ મહેમાનોને બોલાવશો નહીં; અંતિમવિધિમાં 50 લોકોની જ મર્યાદા

કોરોનાની સ્થિતિને કારણે લગ્નમાં હાજર રહેનારની સંખ્યા 100 કરી દેવાઈ છે
કોરોનાની સ્થિતિને કારણે લગ્નમાં હાજર રહેનારની સંખ્યા 100 કરી દેવાઈ છે

સોશિયલ મીડિયામાં મેસેજ વાઈરલ, લગ્નની પહેલી કંકોતરી ભગવાનને ધરતા હવે કલેક્ટરને ધરવી પડે છે
સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજ મામલે આજે સવારે અમદાવાદ કલેક્ટર ઓફિસમાં DivyaBhaskarએ તપાસ કરતા લગ્ન માટે પરમિશન કલેક્ટર ઓફિસ નહીં પોલીસ દ્વારા આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. લોકો ખોટી અફવા ફેલાવે છે. સોમવારે કેટલાક લોકો પૂછપરછ માટે આવ્યા હતા પરંતુ કલેક્ટર ઓફિસમાં બિલ્ડીંગના પ્રવેશ દ્વારથી જ કહેવામાં આવે છે કે, લગ્ન માટે કલેક્ટર ઓફિસથી કોઈ જ પરવાનગી આપવામાં આવતી નથી. સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી જ પરવાનગી આપવામા આવી રહી છે.

જાહેરમાં વરઘોડો નહી, જાનૈયાઓ, મહેમાનો અને કેટરર્સ સહિત કુલ 100 લોકોની જ મંજૂરી
લગ્નની મંજૂરી માટે પોલીસ સ્ટેશનમાં ફોર્મ સાથે લગ્નની કંકોતરી, મહેમાનોની યાદી જમા કરાવવાની રહેશે. પોલીસ દ્વારા લગ્ન સ્થળની વિઝીટ કરી ગાઈડલાઈન જળવાય તે મુજબ વ્યક્તિની પરમિશન આપશે. રાત્રી કર્ફ્યૂ અમલમાં હોવાથી રાતે 9 પહેલા લગ્ન પુરા કરી દેવા પડશે. લગ્ન બાદ કેટરર્સ સહિત કેટલાક સ્ટાફને મોડું થાય તો તેઓને જવા દેવાની પરમિશન આપવામાં આવશે.

આ પણ વાંચો, રાતે 9 વાગ્યા પછી લગ્ન ન યોજવાના જાહેરનામાથી 6 શુભ ચોઘડિયાં ઘટ્યાં

સોલા પોલીસે સોમવારે હોલ- બેન્કવેટ અને પાર્ટીપ્લોટ માલિકો સાથે લગ્ન બાબતે મિટિંગ યોજી હતી
સોલા પોલીસે સોમવારે હોલ- બેન્કવેટ અને પાર્ટીપ્લોટ માલિકો સાથે લગ્ન બાબતે મિટિંગ યોજી હતી

સોલા પોલીસ સ્ટેશનમાં અલગ ડેસ્ક શરૂ કરાયું
સોલા પોલીસ દ્વારા સોમવારે હોલ- બેન્કવેટ અને પાર્ટીપ્લોટ માલિકો સાથે લગ્ન બાબતે યોજાયેલી મિટિંગમાં સરકારની ગાઈડલાઈન અને નિયમોથી તમામને માહિતગાર કરવામાં આવ્યા, તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. લગ્ન સમારંભમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે ગરબાની અને જાહેરમાં વરઘોડો કાઢવાની પરમિશન આપવામાં આવશે નહીં. યોગ્ય સંકલન થકી લગ્ન મંજૂરીની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે સોલા પોલીસ સ્ટેશનમાં અલગથી ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...