વર્લ્ડ વાઇલ્ડલાઇફ દિવસ:50 દેશોમાં ફોટોગ્રાફી કરીને 20 એક્ઝિબિશન કર્યા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષથી સતત માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ટ્રાવેલ કરીને વાઈલ્ડ એનિમલના દુર્લભ ફોટો ક્લિક કરે છે

13 વર્ષની ઉંમરે ગીરના જંગલથી શરૂ થયેલી વાઇલ્ડલાઇફ ફોટગ્રાફીની સફરના સાક્ષી હાલમાં 50થી વધારે દેશો થઇ ચૂક્યા છે. વાત છે અમદાવાદના પ્રણય પટેલની જે ન્યૂઝીલેન્ડ, યુએસ, કેન્યા અને ઓસ્ટ્રેલિયાના જંગલોની મુલાકાત લઈને માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં જઇને પણ પોતાના પેશનને ફોલો કરે છે.

રણથમ્ભોર
રણથમ્ભોર
મસાઇમારા
મસાઇમારા
રાજસ્થાન
રાજસ્થાન
રશિયા
રશિયા

પ્રણય અત્યાર સુધી 50 દેશોમાં 20થી વધારે એક્ઝિબિશન કરી ચૂક્યા છે. એટલું જ નહીં ઑફ રોડ જવા તેમજ જંગલોમાં વધારે સમય રહેવા માટે તેણે 1 કરોડથી વધુના ખર્ચે ડિફેન્ડર-ટુ ડોર કસ્ટમાઇઝ કાર પણ કરાવી છે. પોતાના પેશન વિશે વાત કરતા પ્રણયે સિટી ભાસ્કરને જણાવ્યું હતું કે તેને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીથી જીવનને નવી રીતે જોવાનો અભિગમ મળે છે.

જંગલમાં રહેવા 1 કરોડથી વધુના ખર્ચે ખાસ કાર બનાવી

  • જંગલોમાં વધારે સમય રહેવા 1 કરોડના ખર્ચે ખાસ કાર તૈયાર કરી
  • છેલ્લા 10 વર્ષમાં ફોટોગ્રાફી કરવા 50થી વધારે દેશોની સફર કરી
  • 23 વર્ષની ઉમંરે 20થી વધારે એક્ઝિબિશન કરી ચૂક્યા છે.

વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીમાં ટેલિલેન્સ કે ટેક્નિકલ બાબતોના બદલે એનિમલ બિહેવિયર અને જંગલોમાં જતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું એ વધારે મહત્ત્વનું હોય છે.’ > પ્રણય પટેલ

અન્ય સમાચારો પણ છે...