તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કવાયત:અમદાવાદને સાઈક્લિંગ સિટી બનાવવા લોકોનો મત મગાયો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ મ્યુનિ.ની કવાયત

દુનિયાના શહેરોની જેમ અમદાવાદમાં પણ સાઈક્લિંગને મહત્વ માટે કેન્દ્રના‘ઇન્ડિયા સાઈકલ 4 ચેઇન્જ’ ચેલેન્જ હેઠળ દેશના 95 શહેરમાં અમદાવાદની પસંદગી થઈ છે. અમદાવાદમાં અમદાબાઇક પબ્લિક શેરિંગ પ્રોજેક્ટ અમલમાં છે. ત્યારે શહેરને સાઈક્લિંગ સિટી બનાવવા મ્યુનિ.એ લોકોના અભિપ્રાય માગ્યા છે.

શહેરને સાઈકલ ફ્રેન્ડલી બનાવવા 1 કરોડ ફાળવાશે
સ્માર્ટ સિટી 5 વર્ષની વર્ષગાંઠની ઉજવણીમાં મ્યુનિ. દ્વરાા આ ચેલેન્જ હેઠળ અમદાવાદને સાઈકલ ફ્રેન્ડલી કઇ રીતે બનાવી શકાય તે માટે નાગરિકો પાસે અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે. પ્રથમ તબક્કા બાદ બીજા તબક્કામાં 11 શહેરને ઓક્ટોબરમાં શોર્ટલિસ્ટ કરવામાં આવશે. તેમાં શહેરોને સાઈકલ ફ્રેન્ડલી બનાવવા માટે રૂ. 1 કરોડ અપાશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની પણ સલાહ અને માર્ગદર્શન મળશે. સ્માર્ટ સિટી યોજના હેઠળ આ અંગેનું એક ફોર્મેટ બનાવીને ઓનલાઇન મૂકવામાં આવ્યું છે. જેમાં નાગરિકો પોતાના શહેરને કઇ રીતે વધુ સારૂ સાઈકલ ફ્રેન્ડલી બનાવવા માટે તેમના સૂચનો આપી શકે છે. સ્માર્ટ સિટીની આ લિંક https://bit.ly/2X0UK3v ઉપર નાગરિકો પોતાના પ્રતિભાવો આપી શકે છે.

અત્યાર સુધી આ પગલાં

  • શહેરમાં કેટલાક વિસ્તારોમાં રસ્તાની બાજુમાં વિશેષ સાઈકલ ટ્રેક બનાવવામાં આવ્યો
  • શહેરમાં સાઈક્લોથોનનું આયોજન થાય છે.
  • શહેરમાં બાઇક શેરિંગમાં ખાનગી કંપની સાથે સ્માર્ટસિટીમાં જોડાણ કર્યું જેથી નાગરિકોને સહેલાથી ભાડે સાઈકલ મળી રહે
  • ઇલેક્ટ્રિક બાઇકની પણ મ્યુનિ. દ્વારા તાજેતરમાં જ વિશેષ શરૂઆત કરાઈ છે.
અન્ય સમાચારો પણ છે...