તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:દિલ્હીથી સાબરમતી ટ્રેનમાં આવેલા લોકો બસના ભાડાંમાં લૂંટાયા

અમદાવાદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દેત્રોજ જવા માટે સામાન્ય દિવસોમાં ખાનગી બસનું ભાડું 100થી 150 હોય છે, ગરજનો લાભ લઈ 600 પડાવ્યા

દિલ્હીથી અમદાવાદ શરુ થેલી ખાસ ટ્રેન આજે સાબરમતી સ્ટેશને આવી હતી. પરંતુ અમદાવાદથી આસપાસના નજીકના શહેરમાં રહેતા લોકો માટે કોઇ બસની વ્યવસ્થા ન હોવાથી ખાનગી વાહન ચાલકો મુસાફરો પાસેથી ચાર ગણું ભાડુ વસૂલી રહ્યાં છે.
ટેક્સી વાળાએ 4 લોકોને લઇ જવાના 4 હજાર કહ્યાં
દિલ્હીથી સાબરમતી આવનારા વિજય દંતાણીએ જણાવ્યું હતું કે, અમે લોકડાઉન થયું ત્યારતી દિલ્હીમાં ફાસાયા હતા. ખાસ ટ્રેનમાં ગુરુવારે સાબરમતી આવી પંહોચ્યા હતા. જ્યાંથી અમારે દેત્રોજ જવાનું હતું. અમે ખાનગી બસનો ભાવ પૂછ્યો તો તેણે 20 જેટલા લોકોનો 12 હજાર ભાડુ કહ્યું, ટેક્સી વાળાએ 4 લોકોને લઇ જવાના 4 હજાર કહ્યાં. સામાન્ય દિવસોમાં 100થી 150 રૂપિયા ભાડુ હોય છે, જેનું અમે 600 રૂપિયા ભાડુ ચૂકવ્યું. સરકારે જેવી રીતે ટ્રેનની વ્યવસ્થા કરી તેવી જ રીતે વિવિધ રૂટ પર બસની પણ વ્યવસ્થા કરે તો લોકોને ઘરે પહોંચવામાં સરળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો