તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • People Who Miss Two Free Medicines In Ahmedabad Civil Have To Spend Money, Chemists Take Advantage Of The Opportunity And Charge Higher Prices.

એઝિથ્રોમાઈસિન-સાઈક્લોપામનો સ્ટોક ખતમ:અમદાવાદ સિવિલમાં મફત અપાતી બે દવા ખૂટતાં લોકોએ પૈસા ખર્ચવા પડે છે, કેમિસ્ટ તકનો લાભ ઉઠાવી વધારે ભાવ વસૂલે છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • તકનો લાભ લઈ કેટલાક કેમિસ્ટ બંને દવાના વધુ ભાવ વસૂલ કરે છે

સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં સારવાર લેવા આવતાં દર્દીને ડોક્ટરે લખી આપેલી દવા હોસ્પિટલની દવા બારી પરથી લેવાની હોય છે. પરંતુ, સિવિલમાં ગળા અને પેટના દુખાવાની દવાની અછતને કારણે દર્દીઓને પૈસા ખર્ચીને દવા લેવી પડતી હોવાની ફરિયાદ છે. ગળાના દુખાવામાં અપાતી એઝિથ્રોમાઇસીન અને પેટના દુખાવાની સાયક્લોપામનો સ્ટોક ખૂટી પડ્યો છે.

સામાન્ય રીતે ખાંસી અને પેટના દુખાવામાં ઉપયોગ કરાતી એઝિથ્રોમાઈસીન અને સાઈક્લોપામ જેવી બંને દવા સરકારી હોસ્પિટલોમાં નિશુલ્ક અપાય છે. સિવિલમાં પણ દવા બારી પરથી આ દવા ફ્રીમાં અપાતી હોય છે. પરંતુ, સિવિલમાં આ બંને દવાનો જથ્થો ખૂટી ગયો હોવાથી દર્દીએ મેડિકલ સ્ટોર્સ પરથી ખરીદવાની ફરજ પડે છે. સિવિલમાં દવાને અભાવે એઝિથ્રામાઇસીનની એક ગોળીના મેડિકલ સ્ટોર્સમાં દર્દીના સગાએ રૂ. 8થી 10 ચુકવવા પડે છે. મોટેભાગે દર્દીને આ પ્રકારની દવા ત્રણથી પાંચ દિવસ સુધી દરરોજ અપાતી હોય છે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જયપ્રકાશ મોદીનો સંપર્ક કરવાના પ્રયત્નો સફળ થયા ન હતા.

સરકારે પૂરતી ફાળવણી ન કરતાં અછત
કોરોનાકાળ દરમિયાન વારંવાર સિવિલ અને સોલા સિવિલમાં વિવિધ પ્રકારની દવાઓની અછત જોવા મળી છે. મોટેભાગે હોસ્પિટલો સરકાર પાસે દવાનો જથ્થો માગે છે તેના કરતા અડધો જથ્થો આવતો હોવાથી દવા બારી પર દવાઓ ખૂટી પડે છે.

અન્ય સમાચારો પણ છે...