તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • People Who Came To Sola Civil In Ahmedabad For Testing Were Prescribed Medicine And Sent Away, The Report Also Had To Be Found From The Heap Itself.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિયાલિટી ચેક:અમદાવાદમાં સોલા સિવિલમાં ટેસ્ટ કરાવવા આવેલા લોકોને દવા લખી આપી રવાના કરી દીધા, તેમને રિપોર્ટ પણ ઢગલામાંથી જાતે શોધવા પડ્યા

અમદાવાદ8 દિવસ પહેલા
સોલા સિવિલમાં RT-PCR ટેસ્ટનો રિપોર્ટ લોકોએ ઢગલામાંથી જાતે શોધવા પડે છે.
  • લોકોને ટેસ્ટ કરાવવાની ના પાડીને અમે માત્ર ઇમર્જન્સી અને વૃદ્ધોના ટેસ્ટ કરીએ છીએ, એવું જણાવાયું હતું

અમદાવાદમાં કોરોનાના કેસો હદ બહાર વધી રહ્યા છે. લોકોમાં કોરોનાનો ભય ફેલાયો છે. આવા સંજોગોમાં સોલા સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. સોલા સિવિલમાં જેમને તાવ આવતો હોય તેવી વ્યક્તિઓ ટેસ્ટ કરાવવા માટે જાય છે ત્યારે તેમને ટેસ્ટ કરાવવાની ના પાડી દેવામાં આવે છે. ટેસ્ટ કરાવનારને એવું જણાવવામાં આવે છે કે અમે ઈમર્જન્સી અને વૃદ્ધોના જ ટેસ્ટ કરીએ છીએ. સોલા સિવિલમાં જ્યાં હાલમાં RT-PCR ટેસ્ટ થાય છે ત્યાં અમારા પ્રતિનિધિએ જાત મુલાકાત લીધી, ત્યારે એમ કહીને કેટલાક દર્દીઓને પાછા મોકલવામાં આવ્યા કે તમે લાઈનમાં ઊભા રહી શકો છો, તો આ ગોળી લખી આપું છું, એ કોરોના થયો હોય કે ના થયો હોય, લઈ લેજો. આવું ટેસ્ટિંગ ડિપાર્ટમેન્ટના કર્મચારી પંકજભાઈએ કહ્યું હતું.

લોકોએ ઢગલામાંથી જાતે જ રિપોર્ટ શોધીને લેવો પડે છે
એ ઉપરાંત જે લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હોય અને તેમને રિપોર્ટ આપવાનો હોય એ લોકોએ ઢગલામાંથી જાતે જ પોતાનો રિપોર્ટ શોધીને લેવો પડે છે. સ્ટાફને સવાલ કરવામાં આવે ત્યારે એવું કહેવામાં આવે છે કે ખબર નથી, ઢગલામાંથી શોધી લો. ટેસ્ટ કરાવવા આવેલા કેટલાક લોકોએ રકઝક કરી ત્યારે તેમને એવું કહેવામાં આવ્યું કે બહાર ડોમ શરૂ કરવામાં આવ્યા છે, ત્યાં જઈને ટેસ્ટ કરાવી આવો. કેટલાય ટેસ્ટ કરાવવા માટે જનારા લોકો બે કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ તેમને ટેસ્ટ કરવાની ના પાડી દેવામાં આવે છે. અહીં આવેલા લોકોનું કહેવું છે કે જો ટેસ્ટ કરવામાં જ આવતા નથી તો પહેલેથી જ ના પાડી દેવી જોઈએ. જો કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિ લાઈનમાં ઊભી હોય અને તેનો ચેપ બીજાને લાગશે તો તેની જવાબદારી કોની? જો આવી રીતે જ ચાલ્યા કરશે તો સંક્રમણને કાબૂમાં કેવી રીતે લઈ શકાશે.

કોઈપણ પ્રકારની ગાઈડલાઈન્સ વિના સોલા સિવિલમાં ટેસ્ટની લાઈન લાગી.
કોઈપણ પ્રકારની ગાઈડલાઈન્સ વિના સોલા સિવિલમાં ટેસ્ટની લાઈન લાગી.

અમદાવાદમાં પરિસ્થિતિ ગંભીર બની
રાજ્યની સાથે અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. છેલ્લા બે દિવસમાં જ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો અને તેના દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી 100 ખાનગી હોસ્પિટલો અને તેમાં બેડ દર્દીઓથી ભરાઈ રહ્યાં છે. 50 જેટલી હોસ્પિટલમાં હવે બેડ ખાલી નથી, જેમાં માત્ર 2 કે 4 બેડ જ ખાલી છે. 100 ખાનગી હોસ્પિટલોમાં 6 એપ્રિલને મંગળવારે સવાર સુધીમાં 744 જેટલાં જ બેડ અને 54 વેન્ટિલેટર જ વધ્યાં છે.

ટેસ્ટ કર્યા બાદ રિપોર્ટ પણ લોકોએ ઢગલામાંથી જાતે શોધવા પડે છે.
ટેસ્ટ કર્યા બાદ રિપોર્ટ પણ લોકોએ ઢગલામાંથી જાતે શોધવા પડે છે.

શહેર ફરી ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે
અમદાવાદ શહેર ફરી ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટમેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં 800થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 817 નવા કેસ અને 468 દર્દી સાજા થયા છે, જ્યારે અમદાવાદ શહેરમાં 7 દર્દીનાં મોત થતાં મૃત્યુઆંક 2,383 પર પહોંચ્યો છે. 5 એપ્રિલની સાંજથી 6 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 798 અને જિલ્લામાં 13 નવા કેસ નોંધાયા છે તેમજ શહેરમાં 443 અને જિલ્લામાં 19 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 76,811 થયો છે, જ્યારે 71,488 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

ખાનગી હોસ્પિટલમાં ઈન્જેકશન ન મળતાં લોકોએ લાઈન લગાવી.
ખાનગી હોસ્પિટલમાં ઈન્જેકશન ન મળતાં લોકોએ લાઈન લગાવી.

ખાનગી હોસ્પિટલમાં ઈન્જેકશન ન મળતાં લોકોએ લાઈન લગાવી
આ ઈન્જેકશન બજારમાં ડિસ્ટ્રિબ્યુટર પાસે 899થી લઈને 5400 સુધી અલગ અલગ કંપનીના ભાવ મુજબ મળે છે, જેમાં ઝાયડ્સ કેડિલા કંપની લોકોને સૌથી સસ્તા ભાવે રૂ.899માં ઈન્જેકશનનું વેચાણ કરતી હોવાથી લોકો લાઈન લગાવી રહ્યા છે. જોકે રાજ્ય સરકાર પાસે તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ઈન્જેકશન ઉપલબ્ધ છે, પરંતુ લોકોને ડર છે કે આ ઈન્જેકશનની અછત સર્જાશે અને કેટલાક લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ઈન્જેકશન મળતાં ન હોવાથી તેઓ લાઇન લગાવીને ઊભા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો