કોરોનાને આમંત્રણ:અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં રવિવારે જામ્યો ક્રિકેટ ફીવર, માસ્ક પહેર્યા વિના જ સેંકડોની સંખ્યામાં ક્રિકેટ રમતા દેખાયા લોકો

અમદાવાદ2 વર્ષ પહેલા
GMDC ગ્રાઉન્ડની તસવીર
  • ગુજરાત યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ jરવિવારે સ્થાનિક ક્રિકેટ રસિકો માટે મોટેરાનું નમો સ્ટેડિયમ બન્યું!
  • મેદાનમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો માસ્ક પહેર્યા વિના જ રમવા પહોંચતા કોરોના ફેલાવાનું જોખમ

અમદાવાદ શહેરમાં કોરોના ચિંતાજનક રીતે વધી રહ્યો છે. એવામાં કોરોના અને લોકડાઉનના કારણે ઘરમાં જ બેસીને ક્રિકેટ જોઈ રહેલા અમદાવાદના ક્રિકેટ રસિકો છેલ્લા કેટલાક રવિવારથી ફરી એકવાર જે ગ્રાઉન્ડ મળ્યું ત્યાં ક્રિકેટ રમવા પહોંચી રહ્યા છે. ખાસ કરીને રવિવારે તો અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં દૂર દૂરથી ક્રિકેટ રમવા માટે યુવાનો આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ તો સ્થાનિક ક્રિકેટ રસિકો માટે મોટેરાથી પણ કમ નથી રહ્યું. ગ્રાઉન્ડમાં જ્યાં જગ્યા મળી ત્યાં જ સ્ટમ્પ લગાવીને ક્રિકેટની મોજ માણી રહ્યા છે. મેદાનમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો માસ્ક પહેર્યા વિના જ રમવા પહોંચતા કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ વધી જાય છે.

સ્ટેડિયમમાં પણ માસ્ક વિના દેખાયા હતા લોકો
અમદાવાદમાં હાલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સીરિઝ રમાઈ રહી છે. જેની પહેલી મેચમાં સ્ટેડિયમમાં 66 હજારથી વધુ દર્શકો જોવા મળ્યા હતા. સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટે ક્રિકેટ રસિકોએ કોરોના ગાઈડલાઈનના નિયમોનો ઉલાળ્યો કરતા જોવા મળ્યા હતા. એમએસ ધોનીના ફેન સહિતના ક્રિકેટરસિયાઓ સ્ટેડિયમમાં મેચ જોવા જતાં પહેલા વગર માસ્કે અને સોશિયલ ડિસ્ટન્સના ઉલાળ્યા કરતા નજરે ચડ્યા હતા.

રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીજી ટી-20
મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ ભેગા થયા હતા. એક તરફ કોરોનાં ગુજરાતમાં વધી રહ્યો છે અને બહાર હજારોની સંખ્યામાં લોકો બહાર માસ્ક વગર ફરી રહ્યા છે. માસ્ક વગર અનેક લોકો બહાર ફરે છે. કોરોનાના સંક્રમણ વચ્ચે કોરોના તરફ ઢિલાશ દેવાઈ રહી હોય તેવી સ્થિતિ શુક્રવારે જોવા મળી હતી. રવિવારે સાંજે બીજી ટી-20 મેચ રમાવાની છે. એવામાં ફરી એકવાર સ્ટેડિયમ બહારની ભીડ કોરોનાની ચિંતા વધારી શકે છે.