તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IIMમાં કોરોના વિસ્ફોટ:બે દિવસમાં IIM અમદાવાદમાં વધુ પાંચ લોકો પોઝિટિવ આવ્યા, 12 દિવસમાં કુલ 45 લોકો કોરોના સંક્રમિત મળ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
IIM અમદાવાદની ફાઈલ તસવીર - Divya Bhaskar
IIM અમદાવાદની ફાઈલ તસવીર
  • 26-27 માર્ચે 5 લોકોનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો
  • IIM અમદાવાદ કેમ્પસમાં સાત મહિનામાં કુલ 172 લોકો કોરોનાં પોઝિટિવ
  • IIM કેમ્પસમાં 10થી વધુ ડોમને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરત અને અમદાવાદ શહેર ફરી એકવાર હોટ સ્પોટ બની રહ્યા છે. ત્યારે અમદાવાદ IIMમાં કોરોનાનો કહેર યથાવત છે. IIM કેમ્પસમાં છેલ્લા બે દિવસ એટલે કે 26-27 માર્ચે કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં વધુ પાંચ લોકો પોઝિટિવ આવ્યા છે.

છેલ્લા 12 દિવસમાં હવે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 45 જેટલી થઈ ગઈ છે. જેમાં 38 વિદ્યાર્થીઓ સહિત કુલ 40 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. IIM-Aના કોરોના ડેશ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ IIMમાં 26-27 માર્ચે 5 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ પોઝિટિવ આવ્યા હતા. 25 માર્ચે પણ 114 લોકોના ટેસ્ટ થયા હતા. જેમાં 91 RT-PCR ટેસ્ટ કરાયા હતા. તેમાં 10 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.

IIM અમદાવાદ કેમ્પસની ફાઈલ તસવીર
IIM અમદાવાદ કેમ્પસની ફાઈલ તસવીર

IIM કેમ્પસમાં જ સ્ટાફ, વિદ્યાર્થીઓનો ટેસ્ટ
ઇન્સ્ટિટ્યૂટના ડેશ બોર્ડની વિગતો મુજબ કોરોનાના કેસો વધતા 1 સપ્ટેમ્બર 2020થી કોરોનાના ટેસ્ટ IIM દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. IIM કેમ્પસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કેમ્પ અલગ અલગ દિવસો દરમ્યાન લગાવવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કોન્ટ્રાક્ટ ઓર કામ કરતા કર્મચારીઓ અને કોમ્યુનિટી મેમ્બરો જેઓને કોરોનાના લક્ષણો જણાય તેમના ટેસ્ટ કરવામાં આવતા હતા.

અત્યાર સુધીમાં કુલ 172 કોરોના કેસ IIM-Aમાં
1 સપ્ટેમ્બર 2020થી 27 માર્ચ 2021 સુધીમાં IIM-Aમાં કુલ 172 જેટલા કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં 70 વિદ્યાર્થીઓ, 4 પ્રોફેસર, 14 ઓન કેમ્પસ અને 28 ઓફ કેમ્પસ સ્ટાફ, 19 કોન્ટ્રાક્ટ સ્ટાફ અને 38 કોમ્પ્યુનિટી અને અન્ય સ્ટાફ કોરોના પોઝિટિવ થયો હતો. હાલમાં 31 વિદ્યાર્થીઓ ક્વોરન્ટાઇન છે. જેમાં ગત નવેમ્બર 2020માં 15 દિવસમાં 18 લોકો પોઝિટિવ આવ્યા હતા.

ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં અમદાવાદીઓના જીવ દાવ પર લગાવાયા હતા
ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં અમદાવાદીઓના જીવ દાવ પર લગાવાયા હતા

12 માર્ચે મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થીઓને કોરોના
જયારે કોરોનાની બીજી લહેરમાં 12 માર્ચ 2021ના રોજ મેચ નિહાળવા ગયેલા 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છુપાવી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ હવે કુલ 45 લોકો પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ IIM કેમ્પસમાં 10થી વધુ ડોમને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો