તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમદાવાદ:ચેનપુર રેલવે અંડરબ્રિજનું મેયર ઉદ્ઘાટન કરે તે પહેલાં જ લોકોએ ખુલ્લો મૂકી દીધો, વાહનોની અવરજવર શરૂ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ચ મહિનામાં જ અંડરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો હતો

અનલોક 1 બાદ કોરોનાની મહામારી વચ્ચે અનેક કાર્યક્રમ યોજતા અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર બીજલ પટેલને અમદાવાદીઓએ ચેનપુર અંડરબ્રિજ વાહનોની અવરજવર માટે ચાલુ કરી આ વખતે ઉદ્ધાટન કે કાર્યક્રમનો મોકો આપ્યો નથી. ચેનપુર ગામ અને IOC ડેપો તરફ જતા રોડ પર રેલવે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. અંડરબ્રિજ માર્ચમાં જ બનીને તૈયાર થઈ ગયો હતો, પરંતુ કોરોનાનાં કારણે લોકડાઉન થઈ ગયું હતુ. હવે અનલોક 1 થતાની સાથે જ લોકોએ આ અંડરબ્રિજ ખુલ્લો કરી દીધો છે અને વાહનોની અવરજવર શરૂ કરી દીધી છે. જૂન મહિના બાદ AMC દ્વારા કેટલાક લોકાર્પણ- ઉદ્ઘાટનના કામ બાકી છે તેને કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે પરંતુ મેયરના હસ્તે આ અંડરબ્રિજ ખુલ્લો મુકાયએ પહેલા જ અવરજવર માટે ચાલુ થઈ ગયો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો