અમદાવાદ / રાણીપમાં ડી માર્ટ બહાર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, લોકો અડી અડીને લાઈનમાં ઉભા રહ્યા

people standing in line side by side in  D-Mart at Ranip
X
people standing in line side by side in  D-Mart at Ranip

  • સ્ટોરમાં માત્ર પાંચ જ વ્યક્તિને પ્રવેશ આપવાનો આદેશ છે

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 11:18 AM IST

અમદાવાદ. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડી-માર્ટની બહાર આજે વહેલી સવારથી જ લોકોની ભીડ ઉમટી છે. સ્ટોરની બહાર સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર લોકો લાઈનમાં એકદમ નજીક ઉભા રહી ગયા છે. મોટી સંખ્યામાં ડી માર્ટની બહાર ઉમટી પડતા લાઈનમાં ઉભા રહેવા મુદ્દે લોકો વચ્ચે બોલાચાલી અને મારામારીની ઘટના પણ બની હતી. ડી માર્ટ દ્વારા લોકો પાસે સોશિયલ ડિસ્ટન્સનું કોઈ જ પાલન કરાવવામાં આવતું ન હતું.  સ્ટોરમાં માત્ર પાંચ જ વ્યક્તિને પ્રવેશ આપવાનો આદેશ છે ત્યારે મોટી સંખ્યામાં આ રીતે લોકોની ભીડ થતા કોરોનાનો ફેલાવો થઈ શકે છે અને અમદાવાદ માટે ચિંતાનો વિષય બની શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી