વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક નહીં હોવાના લીધે રાજ્યના 12 જિલ્લામાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા અરજદારોનો ધસારો વધી ગયો છે. વાહનવ્યવહાર વિભાગના નવા નિયમ મુજબ કોઇ પણ જિલ્લાનો વ્યક્તિ રાજ્યમાં ગમે તે જિલ્લામાં વાહનનો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકે. આ 12 જિલ્લામાં અમદાવાદના ઘણાં અરજદારો જાય છે.
પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, બારડોલીમાં તાજેતરમાં એસીબીના કેસમાં અધિકારી અને એજન્ટની સાંઠગાઠ બહાર આવી છે. જે જિલ્લામાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક નથી, ત્યાંની આરટીઓમાં રૂબરૂ ગયા વગર પાકું લાઇસન્સ કઢાવી આપીને રૂ.15થી 20 હજાર અરજદારો પાસેથી એજન્ટો ખંખેરે છે.
આ જિલ્લામાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક નથી
છોટા ઉદેપુર, ગોધરા, બારડોલી, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, આણંદ, નવસારી, ડાંગ, ગીર-સોમનાથ, મોડાસા, લુણાવાડા જિલ્લામાં હાલની તારીખમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની કોઇ સુવિધા નથી.
જમીનના અભાવે ટેસ્ટ ટ્રેક બનતો નથી
રાજ્યના 12 જિલ્લામાં જમીનના અભાવે અથવા વહીવટી કારણસર પાકાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના ટેસ્ટ ટ્રેક નથી. જેતે જિલ્લાના સ્થાનિક આરટીઓ અધિકારીઓની ઉદાસીનતા અથવા અન્ય કારણે ટ્રેક બનતો નથી. - જી.એમ. પટેલ, નિવૃત્ત મોટર વાહન નિરીક્ષક, વાહન વ્યવહાર વિભાગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.