તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા હજુ નથી મરી પરવારી:અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે દધિચીબ્રિજ પર બેભાન હાલતમાં પડેલા આધેડને બચાવવા લોકો દોડ્યા

અમદાવાદ10 મહિનો પહેલા
  • હોસ્પિટલમાં નોકરી કરતા એક યુવકે આધેડની નસ ચેક કરીને ભાનમાં લાવવા પ્રયાસ કર્યા
  • 108ની ટીમ બોલાવી છતાં સમયસર ન પહોંચતા અમદાવાદીઓ બેભાન આધેડને ભાનમાં લાવ્યા

શહેરમાં ફરી એકવાર કોરોના માથું ઊંચકી રહ્યું છે. લોકોમાં હજી પણ કોરોનાનો ડર છે ત્યારે અમદાવાદ શહેરમાં રસ્તા પર બેભાન જેવી હાલતમાં પડેલા એક વ્યક્તિને જોઈ લોકો તેની પાસે દોડી ગયા હતા અને તેનો જીવ બચાવવા પ્રયત્ન કર્યો હતો. રસ્તામાં પડેલા વ્યક્તિને જોઈ હોસ્પિટલમાં નોકરી કરતા એક યુવકે બાઇક ઊભું રાખી તેની નસ ચેક કરી અને પાણી પીવડાવ્યું હતું, જેથી તે ભાનમાં આવી ગયો હતો. એકતરફ સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે પરંતુ માનવનો જીવ બચાવવા માટે લોકો હજુ પણ મદદ માટે દોડી જાય છે.

આધેડને વાઈ આવ્યાની શક્યતા
શહેરના દધિચીબ્રિજ પર મંગળવારે સાંજના સમયે એક વ્યક્તિ ચાલતા જ પડી ગયો હતો. બે ચાર બાઇકચાલક ત્યાં ઊભા રહી ગયા હતા અને તેની મદદ કરવા દોડી ગયા હતા. જોતજોતામાં લોકો પણ ભેગા થઈ ગયા હતા. આધેડ વયનો વ્યક્તિ ધ્રુજી રહ્યો હતો અને આંખો બંધ થઈ ગઈ હતી, જેથી તેને વાઈ આવી હોવાનું લાગતું હતું. 108ને પણ ફોન કરી દીધો હતો પરંતુ સમય લાગ્યો હતો. દરમિયાનમાં ડોક્ટર એપરન પહેરેલો એક યુવક બ્રિજ પરથી પસાર થતો હતો. તેણે ટોળું જોતા જ તાત્કાલિક ઊભો રહી ગયો હતો. યુવકને અકસ્માત થયો હોવાનું લાગ્યું હતું. યુવક તાત્કાલિક ત્યાં પહોંચી અને યુવકની નસ ચેક કરી હતી. બાદમાં તેણે બે વાર હાથ મારી ઉઠાડવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં તેણે પાણી પીવડાવવાનું કહ્યું હતું.

અમદાવાદીઓમાં માનવતા જીવે છે
એક વ્યક્તિ પાસે પાણીનો જગ હતો. જેથી તેમાંથી પાણી કાઢી મોંઢા પણ છાટ્યું હતું. જેથી થોડો ભાનમાં આવ્યો હતો. મોઢું ખુલતા તેને પાણી પણ પીવડાવ્યું હતું. બે મિનિટમાં જ વ્યક્તિ થોડો ભાનમાં આવી ગયો હતો. લોકોએ તેને પકડી ટેકો આપી બેસાડ્યો હતો. કોરોના મહામારીમાં અમદાવાદમાં કેસો ફરી વધવા લાગ્યા છે અને લોકોમાં ડર છે. છતાં લોકોએ આધેડ વયની વ્યક્તિ રોડ પર પડી જતા તેની મદદ કરવા દોડી ગયા હતા તેનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાથી કહી શકાય કે ભલે કોરોના છે પરંતુ હજુ માનવતા લોકોમાં જીવંત છે.

અન્ય સમાચારો પણ છે...