તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઈન્ટરવ્યૂ:અમદાવાદમાં CBC, CRP અને D-DIMMER રિપોર્ટ માટે લેબમાં લોકોનો ધસારો, કોરોનાના ડરથી સ્વસ્થ લોકો પણ આ ટેસ્ટ કરાવે છે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તમામ પેથોલોજી લેબમાં 10 માંથી 9 ઇન્કવારી કોલ આ 3 બ્લડ રિપોર્ટ માટે જ આવે છે.
  • આ ત્રણ બ્લડ રિપોર્ટ કરાવવાનો ખર્ચ 1600 -1700 સુધી થાય છે.
  • લોકોએ રૂટિન ચેકઅપ માટે બ્લડ રિપોર્ટ કરાવવા જોઈએ પણ કોવિડથી ડરીને રિપોર્ટ કરાવવો ટાળવો જોઈએઃડો.દીપા કિન્નરીવાલા, વાયરોલોજિસ્ટ.

રાજ્યમાં કોરોનાના ડરને કારણે લોકો RT-PCR, HRCT અને CT-SCAN જેવા રિપોર્ટ કરાવવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. CBC, CRP, અને D-DIMMER આ ત્રણ પ્રકારના ટેસ્ટ માટે પેથોલોજી લેબમાં સૌથી વધારે લોકો ઇન્કવારી માટે આવતા હોય છે. આ ત્રણ ટેસ્ટ કરવવા માટે 1600-1700 રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. જે વ્યક્તિમાં સામાન્ય કોરોનાનું લક્ષણ હોય એ તો આ ટેસ્ટ કરાવે છે પરંતુ જેમને કોઈ લક્ષણ નથી તેઓ પણ આ ટેસ્ટ કરાવી રહ્યા છે. આ મુદ્દે બીજે મેડિકલ કોલેજના વાયરોલોજિસ્ટ ડૉ દીપા કિન્નરીવાલાએ દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી.

બીજે મેડિકલ કોલેજ ના વાયરોલોજિસ્ટ ડૉ દીપા કિન્નરીવાલા
બીજે મેડિકલ કોલેજ ના વાયરોલોજિસ્ટ ડૉ દીપા કિન્નરીવાલા

સવાલ : કોરોના ના કેસ વધતા અત્યારે પેથોલોજી લેબ માં CBC, CRP અને D-DIMMER જેવા બ્લડ ટેસ્ટ લોકો કરાવી રહ્યા છે આ ટેસ્ટ થી શુ માલુમ પડે ?

જવાબ : જો આ ત્રણ પ્રકારના બ્લડ ટેસ્ટમાં જે CBC છે જેનાથી માલુમ પડે છે કે બ્લડ કાઉન્ટના પેરામીટર બરાબર છે કે નહીં. જેથી ખબર પડે કે તમારું શરીર વાયરસ સામે કઈ રીતે રિયેકટ કરે છે. આ ઇનફલામેટિક મારબલ્સ કહેવાય. જે કોરોનામાં પણ વધે છે અને બીજા કારણોથી પણ વધે છે. જેથી શરીરમાં કોઈ ઇનફ્લેમેટિક બદલાવ આવતા હોય તો એ ખ્યાલ આવે. એટલે CRP અને D-DIMMER થી ઇન્ફેકટિવ અને ઇનફ્લામેટિક માર્બલની ખબર પડે.CBC એ બ્લડ ઇન્વેસ્ટિગેશન છે જેમાં કોઈ વાર પેશન્ટને ઇન્ફેક્શનના લીધે તે હાઈ થાય છે અને અમુક વાર લો પણ થઈ જાય છે. એટલે કોઈ બીજું કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે.

સવાલ : શરીરમાં બ્લડ ક્લોટીંગ થાય તો તે કયા રિપોર્ટ થી ખબર પડે?

જવાબ : બ્લડ ક્લોટીંગ છે એ D-DIMMER બ્લડ રિપોર્ટમાં થોડો બદલાવ આવે એટલે ખ્યાલ આવે છે. કારણકે કોરોના માત્ર ફેફસાં પર અસર કરે એમ નથી તે શરીરની અન્ય જગ્યાએ પણ અસર કરે છે. જેથી ત્યાં બ્લડ ક્લોટીંગ થઈ શકે છે. આ D-DIMMER થી જ બ્લડ ક્લોટીંગની ખબર પડે છે. એટલે લોકો એ ટેસ્ટ વધારે કરાવે છે

સવાલ : જેને કોરોનાના લક્ષણો હોય એ તો ટેસ્ટ કરાવે છે પણ સ્વસ્થ લોકો પણ ટેસ્ટ કરાવે છે એ આપની દ્રષ્ટિએ કેટલું યોગ્ય છે?

જવાબ: બ્લડ રીપોટ્સ કરાવવાથી શરીરને કોઈ નુકશાન થતું નથી. લોકોએ સમયાંતરે બ્લડ ચેકઅપ કરાવવું જોઈએ. અત્યારની પરિસ્થિતિમાં સ્વસ્થ લોકો ચેકઅપ કરાવી રહ્યા છે એમાં કોઈ નુકસાન નથી. પરંતુ એક વાર કરાવ્યા બાદ કોરોનાના ડરથી વારંવાર ન કરાવવા જોઈએ. તેમને ફિઝિશિયન ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

સવાલ : શંકાસ્પદ કોરોના વ્યક્તિ જો આ ટેસ્ટ કરાવે તો તેને આ રિપોર્ટ મદદરૂપ સાબિત થાય?

જવાબ : હા, જેને શરદી, કફ અને તાવ જેવા લક્ષણ હોય અને એ વ્યક્તિ આ રિપોર્ટ કરાવે તો તેનાથી ખ્યાલ આવે કે સંક્રમણ કેટલું છે અથવા નથી. અને જેનાથી તેની સારવાર પહેલા શરૂ કરવામાં આવે તો સંક્રમણ ફેલાતું અટકાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...