તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિમાંડની અસર:કોરોનાથી બચવા લોકોને એલોપથી કરતાં આયુર્વેદિક દવા પર વધારે ભરોસો, 85 નવી આયુર્વેદિક કંપની ગુજરાતમાં આવી

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આયુર્વેદિક દવાઓમાં સુદર્શન ઘનવટી, ગિલોઈ, સમસનવતી જેવી દવાઓનું વેચાણ સારું રહ્યું છે: FGSCDAના પ્રેસિડેન્ટ અલ્પેશ પટેલ

ગુજરાતમાં માર્ચ મહિનાથી શરૂ થયેલી કોરોના મહામારી આજે રાજ્યનો ભાગ્યે જ કોઈ ખૂણો બાકી હશે, જ્યાં પહોંચી નહીં હોય. 4 મહાનગર કરતાં પણ હવે વધુ ખરાબ સ્થિતિ નાના જિલ્લાઓની છે. બીજી તરફ, તરફ હજુ પણ કોરોનાની રસીને આવતાં બે-ત્રણ મહિનાથી વધુનો સમય લાગી શકે છે. કોરોનાથી લડવા માટે ઈમ્યુનિટી પાવર વધારવા માટે શરૂઆતથી જ ગુજરાતની જનતા એલોપથી કરતાં આયુર્વેદ પર વધારે ભરોસો કરી રહી છે. જોકે કેટલાક કેસોમાં આયુર્વેદિક દવાઓથી ફાયદો પણ થયો છે, જેને કારણે છેલ્લા 10 મહિનામાં એટલે કે કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં 85 જેટલી નવી આયુર્વેદિક કંપનીઓ શરૂ થઈ છે.

ગુજરાતમાં લોકોની સવારની શરૂઆત આયુર્વેદિક ઉકાળાથી થાય છે.
ગુજરાતમાં લોકોની સવારની શરૂઆત આયુર્વેદિક ઉકાળાથી થાય છે.

લોકોને એલોપથી કરતાં આયુર્વેદિક સારવાર પર વધારે ભરોસો
હાલમાં સ્થિતિમાં ગુજરાતમાં લોકોની સવારની શરૂઆત આયુર્વેદિક ઉકાળાથી થાય છે. ત્યારે કેટલીક સંસ્થાઓ પણ મોટા પ્રમાણમાં લોકોને ઉકાળાનું વિતરણ કરી રહી છે. એની સાથે જ કોરોના મુખ્ય લક્ષણો શરદી, તાવ, ખાસીને માનવામાં આવે છે, જેથી લોકો સામાન્ય શરદી-તાવમાં પણ મેડિકલ સ્ટોરમાં જઈ દવાઓ ખરીદી રહ્યા છે, સાથે જ કોરોના સામે રક્ષણ આપવામાં આયુર્વેદિક દવાનું પરિણામ સારું મળતાં કેટલાક લોકો હવે એલોપથી દવાઓ છોડી આયુર્વેદ સારવાર તરફ વધારે ભરોસો કરે છે, જેને કારણે આયુર્વેદનું માર્કેટ ગત વર્ષની સરખામણીએ ડબલથી પણ વધારે થઈ ગયું છે.

2019માં 30 કંપની આવી, 2020માં ડબલથી વધારે
આ બાબતને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા છેલ્લા 10 મહિનામાં 85 આયુર્વેદિક કંપનીઓને લાઈસન્સ આપવામાં આવ્યા છે. લોકો દરરોજ નોકરી-ધંધે જતાં પહેલાં ઉકાળાથી માંડીને રોગપ્રતિકારક શક્તિ વધારતી આયુર્વેદિક દવાનો ઉપયોગ કરી રહ્યા છે. ગત વર્ષે ગુજરાતમાં 30થી વધુ આયુર્વેદિક કંપનીઓને લાઈસન્સ ઈશ્યુ કરવામાં આવ્યાં હતાં. જોકે 2020માં આ સંખ્યા ડબલથી પણ વધુ થઈ ગઈ છે. આ વર્ષે 85 કંપની ગુજરાતમાં આવી છે. ડિમાંડ વધતાં કેટલીક એલોપથિક કંપનીઓ પણ આયુર્વેદ તરફ વળી છે. હાલમાં સૌથી વધુ રોગપ્રતિકારક વધારતી દવાઓનું ઉત્પાદન થઈ રહ્યું છે.

કેટલીક સંસ્થાઓ પણ મોટા પ્રમાણમાં લોકોને ઉકાળાનું વિતરણ કરી રહી છે.
કેટલીક સંસ્થાઓ પણ મોટા પ્રમાણમાં લોકોને ઉકાળાનું વિતરણ કરી રહી છે.

આયુર્વેદની સાથે એલોપથિક દવાની પણ ડિમાન્ડ વધી છે
ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશન( FGSCDA)ના પ્રેસિડેન્ટ અલ્પેશ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં કોરોના મહામારીની રાજ્યમાં શરૂઆત થયા બાદ દવાના વ્યવસાયમાં 100 ટકાનો વધારો થયો છે, કારણ કે કોવિડને લગતી કેટલીક પ્રોડક્ટોની ડિમાન્ડ મોટા પ્રમાણમાં છે, જેમ કે મલ્ટીવિટામિન, વિટામિન-સી કે પછી કેટલીક ઇજેક્ટેબલ જે હોસ્પિટલમાં દર્દીઓ માટે વપરાય છે, એ તમામ પ્રોડક્ટમાં વધારો થયો છે. આયુર્વેદિક દવાઓમાં સુદર્શન ઘનવટી, ગિલોઈ, સમસનવતી જેવી દવાઓનું વેચાણ સારું રહ્યું છે, સાથે જ શરદી, ઉધરસ, તાવ જેવી આયુર્વેદિકની સાથે એલોપથી દવાઓમાં પણ 70થી 80 ટકાનો વધારો થયો છે. એ સિવાય અન્ય બીમારીઓ, જેવી કે પેટમાં દુખાવો, બીપીની દવા, એન્ટીબાયોટિક, પેરાસિટામોલ વગેરેમાં 40થી 50 ટકાનો વધારો નોંધાયો છે.

લોકો દરરોજ નોકરી-ધંધે જતાં પહેલાં ઉકાળાથી માંડીને રોગપ્રતિકારક શક્તિ વધારતી આયુર્વેદિક દવાનો ઉપયોગ કરી રહ્યા છે.
લોકો દરરોજ નોકરી-ધંધે જતાં પહેલાં ઉકાળાથી માંડીને રોગપ્રતિકારક શક્તિ વધારતી આયુર્વેદિક દવાનો ઉપયોગ કરી રહ્યા છે.

કોરોના બાદ લોકોની જીવનશૈલીમાં પણ મોટા ફેરફાર થયા
* દરરોજ સવારે યોગ-વ્યાયાયમ કરવાનું પ્રમાણ વધ્યું.
* સંતુલિત આહાર લેવાનું પ્રમાણ વધ્યું.
* કોરોના કેવી રીતે ફેલાય છે, એની સામે કેવી રીતે લડી શકાય, સહિતની બાબતોથી માહિતગાર થયા.
* આયુર્વેદિક ઔષધિથી રોગપ્રતિકારક શક્તિ વધારવા તરફ લોકોનો ઝોક વધ્યો.
* દિવસમાં એક કરતાં વધારે વખત સ્નાન કરવું, હાથ સતત સેનિટાઈઝ કરવા, માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવી બાબતો પર લોકો વિશેષ ભાર આપતા થયા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો