તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસી ખૂટતા વેક્સિનેશન બંધ:AMCએ 45 વર્ષથી વધુ ઉંમરનાનું વેક્સિનેશન બંધ કર્યું છતાં પાલડી ટાગોર હોલ અને અર્બન હેલ્થ સેન્ટર લોકો પહોંચ્યા

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેક્સિનેશન બંધ હોવાથી અજાણ લોકો વેક્સિનેશન સેન્ટર પહોંચ્યા હતા - Divya Bhaskar
વેક્સિનેશન બંધ હોવાથી અજાણ લોકો વેક્સિનેશન સેન્ટર પહોંચ્યા હતા
  • માત્ર 18થી 44 વર્ષના વય જૂથના લોકોને રજિસ્ટ્રેશન કર્યા બાદ સ્લોટ મુજબ રસી અપાશે
  • એક ડોઝ લઈ ચૂક્યા છે તેમને બીજો ડોઝ ક્યારે મળશે તે અનિશ્ચિત

રાજ્યમાં વેક્સિનેશન થઈ રહ્યું હોવાની વાતો વચ્ચે અમદાવાદ શહેરમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડતા આજે 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન નહીં મળે તેવી કોર્પોરેશનની જાહેરાત કરવામાં આવી છે. છતાં પણ કેટલાક લોકો આજે પાલડી ટાગોર હોલ તેમજ અર્બન હેલ્થ સેન્ટર સહિતના વેક્સિનેશન કેન્દ્ર પર વેક્સિન લેવા પહોંચ્યા હતા. આજે વેક્સિનેશન બંધ હોવાથી નિરાશ થઇને તેમણે પરત જવું પડી રહ્યુ છે. વેક્સિનનો જથ્થો ન હોવાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન 45 વર્ષથી ઉપરના માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

નવો જથ્થો ન આવે ત્યાં સુધી વેક્સિનેશન બંધ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વેક્સિનનો જથ્થો ન હોવાના કારણે મંગળવારે 45 વર્ષથી વધુની વયના તમામ લોકોને જ્યા સુધી વેક્સિનનો જથ્થો નહી આવે ત્યા સુધી આપવામાં નહી આવે તેવી જાહેરાત કરી છે. માત્ર 18થી 44 વર્ષના વયજુથના લોકોને રજિસ્ટ્રેશન કર્યા બાદ સ્લોટ મુજબ રસી આપવામાં આવશે. કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં જે લોકો એક ડોઝ વેક્સિનનો લઇ ચુક્યા છે. તેઓને ફરી વેક્સિનનો ડોઝ ક્યારે મળશે તે હજી સ્પષ્ટ થયું નથી. આજે કેટલાક લોકો રસી લેવા આવ્યા હતા તેઓએ રોષ ઠાલવ્યો હતો કે આ રીતે કોરોનાં સામે ગુજરાત કઈ રીતે જીતશે.

વેક્સિન સેન્ટર પહોંચેલા લોકોને નિરાશ હાથ લાગી હતી
વેક્સિન સેન્ટર પહોંચેલા લોકોને નિરાશ હાથ લાગી હતી

રજિસ્ટ્રેશન વગરનાને રસીથી વિવાદ
45 વર્ષથી ઉપરની વ્યક્તિ, હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર રજિસ્ટ્રેશન સિવાય જ કોઇપણ વેક્સિનેશન સેન્ટર પર પહોંચી જાય છે. તેમને વેક્સિન આપવાને કારણે ટાઇમ લઇને આવેલા નાગરીકોને ધક્કો પડી રહ્યો છે.

શહેરના 5મા ભાગની વસ્તીને રસી
શહેરની અંદાજે 60 લાખની વસ્તીમાંથી 12.65 લાખે રસી લીધી છે. એટલે કે કુલ વસ્તીના પાંચમા ભાગનું રસીકરણ થયું છે. આ પૈકી 2.99 લાખે બંને ડોઝ જ્યારે 9.65 લાખ નાગરિકોએ પહેલી વખત વેક્સિનેશનનો લાભ લીધો છે.

AMCએ 45 વર્ષથી વધુ ઉંમરનાનું વેક્સિનેશન બંધ રાખ્યું હોવાની અગાઉથી જાહેરાત કરી હતી
AMCએ 45 વર્ષથી વધુ ઉંમરનાનું વેક્સિનેશન બંધ રાખ્યું હોવાની અગાઉથી જાહેરાત કરી હતી

રાજ્યમાં 1 કરોડ 25 લાખ 73 હજાર 211નું વેક્સિનેશન પૂર્ણ
3જી મેના રોજ રાજ્યમાં 1 લાખ 41 હજાર 843ને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી 99 લાખ 41 હજાર 391 લોકોને પ્રથમ ડોઝ અને 26 લાખ 31 હજાર 820 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 25 લાખ 73 હજાર 211નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. રાજ્યમાં 18થી 44 વર્ષના 27 હજાર 272ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તેમજ 60થી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 36 હજાર 177 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 67 હજાર 368 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો